________________
ચુંટ
નામાંકિત નાગરિક
શેઠશ્રીના પહેરવેશ તદ્દન સાદા હતા. શેઠ માથે સુરતી પાઘડી પહેરતા અને શરીર પર ખાલાબંધી કેડિયું લાંખી ડચલીવાળુ* પહેરતા હતા. તેમના પુત્ર શેઠ ખીમચંદભાઈ માથે પારસી ઘાટની પાઘડી પહેરતા તે તેમના ફાટા પરથી જોઈ શકાશે. શેઠ મૈાતીશાહ સુરતી પાઘડી પહેરતા હતા. શેઠ માતીશાહના કોઈ ફાટા, પેન્ટીંગ કે પ્રતિકૃતિ મને ઉપલબ્ધ ધઈ નથી. શેઠ ખીમચંદભાઇના ફોટા મળ્યો છે. તેએ ગૌરવણુ હતા. શેઠ મેાતીશાહ પાતે ઘઉં વર્ણ ધરાવતા હતા. તેમના ફ્રાટા પ્રાપ્ત થઈ શકયો હોત તા બહુ સારું થાત, પણ પુરાણી અનેક ખાખતા મળતી નથી, તેમ આ બાબતમાં પણ આપણે મનને મનાવી લેવાનુ છે.
સ. ૧૮૫૫ માં શેઠ મેાતીશાહના પિતાશ્રી ગુજરી ગયા ત્યાર પછી તેમની ઉત્તરોત્તર ચઢતી જ થતી ગઈ છે. તેમણે ત્યારબાદ આખા જીવનમાં ધન સંબંધી દુઃખ જોયું નથી, તેમના ગ્રહ। સ’. ૧૮૮૦ દરમ્યાન ખુલંદ થતા ગયા, કુ ંતાસરમાં પાયા નાખતી વખતે બળવાન બન્યા અને તેમના માનવ જીવનના છેલ્લા દિવસ સુધી દિવસાનુઢિવસ વધારે
તપતા ગયા.
શેઠ મેાતીશાહના પૂર્વજો ખભાતના રહેવાસી હતા અને તેઓ જાતે ઓશવાળ હતા. તેમના વ્યાપાર સુરતીઓ સાથે ઘણા હાઈ તેમના પહેરવેશ અને રહેણીકરણી ધીમે ધીમે સુરતી જેવી થઈ ગઈ તે એટલે સુધી કે ધીમે ધીમે તે