________________
૮૭
શેઠ મોતીશાહ
આ તે ઘણું મોટી અને જાણીતી તથા નોંધાયેલી સખાવતે. છે, પણ તે ઉપરાંત તેઓ જાતે એટલા પરગજુ, ગરીબની અગવડ સમજનાર અને હૃદયથી દયાળુ હતા અને પારકાનાં દુઃખની એમના પર એટલી ઊંડી છાપ પડતી હતી કે તેમની ખાનગી અથવા ન નોંધાયેલી સખાવતને સરવાળે હજારેને નહિ, પણ લાખેને થાય છે. એમના પિતાનું દેવું દેવા કાયદેસર બંધાયેલા ન હોવા છતાં તેમણે પાઈએ પાઈ ચૂકવી આપ્યું –એ તેમનો પિતૃધર્મ, ફરજને ખ્યાલ અને ઊંડી વિચારભાવના દાખવે છે.
સંવત ૧૮૭૧ થી ૧૮૯૧ સુધીને મુંબઈ શહેરમાં એક પણ ખરડે-ટીપ નહિ હોય કે જેમાં શેઠ મેતીશાહનું નામ પિતાના પિતાના નામની એથે છુપાયેલું ન હોય. અહીં જણાવવું જરૂરી છે કે–તેઓ જે કાંઈ ખરડો લખતા કે ટીપ ભરાવતા તે સર્વમાં પિતાનું નામ જ આપતા હતા. તેમની સર્વ સખાવત શેઠ અમીચંદ સાકરચંદના નામે જ થતી હતી અને તેઓ એ પ્રમાણે કરવામાં ગૌરવ સમજતા હતા.
તે વખતે દાડીઓને દરરોજનો દોડીને ભાવ દોઢ આનછે દોઢિઆ હતે. દાણું–અનાજના ભાવ ઉપર જેઈ ગયા છીએ અને રૂપીઆની ખરીદશક્તિ ઘણું મેટી હતી. તે સર્વ વાતને વિચાર અને તેની વિગતે ગણતરી કરતાં શેઠશ્રીની સખાવતની કિંમત આજને હિસાબે બે કરોડને એંશી લાખ (૨, ૮૦, ૦૦, ૦૦૦.) ગણાય. . -