________________
નામાંકિત નાગરિક પ્રતિષ્ઠા અને બંધામણને કુલ ખર્ચ બે લાખ થયે. આ દેરાસર બંધાતી વખતે અને ત્યાર પછી તેના પર દેખરેખ ત્રીકમજી કલ્યાણજી કહાનજી ઘારી (બાલાભાઈના મેટા ભાઈ) રાખતા હતા. આ દેરાસરની પ્રતિષ્ઠા વિગેરે કાર્યમાં મારવાડી શેઠ પ્રેમચંદ રંગજીએ પણ સારે ભાગ લીધો હતે એમ સેંધાયેલું છે. મદ્રાસ શહેરની દાદાવાડીની જમીન ખરીદવા માટે અને બાંધવાને અંગે રૂપીઆ ૫૦,૦૦૦ પચાસ હજારને વ્યય સં. ૧૮૮૪ લગભગ કર્યો. આગળ જણાવ્યું તે પ્રમાણે પાલીતાણું ગામમાં ધર્મશાળા બાંધવાને અંગે રૂા. ૮૬૦૦૦ને, મુંબઈ શહેરના ભાયખળા દેરાસરની જમીન બંધામણ અને પ્રતિષ્ઠાને અંગે (સં. ૧૮૮૫ માગશર સુદ ૬) રૂપીઆ બે લાખને વ્યય કર્યો. | મુંબઈગાડીજી મહારાજના દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૮૬૮ ના વૈશાખ સુદ ૧૦ ને રોજ કરવામાં આવી, તેમાં રૂપીઆ પચાસ હજાર તેમણે આપ્યા.
મુંબઈ પાયધુનીના ખૂણું ઉપર આદેસર ભગવાનના મંદિરમાં મૂળનાયકને પ્રવેશ સં. ૧૮૮૨ના જેઠ સુદ ૧૦ ના રોજ થયે તેની ઉછામણીમાં શેઠશ્રી રૂ. ૨૫૦૦૦ પચીશ હજાર બાલ્યા.
અંતસમયની નજીકના વખતમાં પોતાના અશક્ત દેણુદારોને મુક્ત કરવા માટે રૂપીઆ એક લાખ છોડી દીધા. આ સર્વ રકમને સરવાળે રૂપીઆ ૨૮,૦૮,૦૦૦ અઠ્ઠાવીસ લાખ આઠ હજાર થાય છે.