________________
નામાંક્તિ નાગરિક પૈકી મિસ્ત્રી અમથાલાલ કુબેરદાસનું નામ આવે છે. એ નવ વર્ષ સુધી પાલીતાણામાં રહ્યા હતા અને કામની હોશિયારી બદલ તેમને કશબી શાલ તથા કાંડાનાં સોનાનાં કડાં મોતીશાહ શેઠ તરફથી તેના સુપુત્ર ખીમચંદભાઈને હસ્તે ભેટ આપવામાં આવ્યાં હતાં. આ કારીગરના પાંચમી પેઢીના વંશજ પેન્ટર અંબાલાલ ચુનીલાલ હાલ પાલીતાણુમાં મોજુદ છે અને ઉપરની હકીક્ત ઘણા રસથી કહે છે અને કૌટુમ્બિક ચીજ તરીકે ઘણા મમત્વથી જાળવી રાખેલાં કડાં અત્યારે પણ અમૂલ્ય ગણે છે. - આ રામજી સલાટને મારા પ્રપિતા (દાદા) આણંદજી પુરુષેત્તમ જાતે મળેલા હતા, તે પણ તેની પ્રશંસા કરતા હતા.
સ મ ઝ તા. સમતા એટલે સર્વ જી તથા વસ્તુઓ તરફ રાગદ્વેષને અભાવ. જેઓ આત્મિક માર્ગમાં ઉતરવા ઈચ્છતા હોય તેઓને સમતાને વિષય પ્રથમ અગત્ય ધરાવનારો છે. સમતા વગરની દરેક ધાર્મિક ક્રિયા બહુ અલ્પ ફળ આપે છે અને તે એટલું બધું અલ્પ છે કે જે ફળ મેળવવાની ઈચ્છાથી ક્રિયા કરવામાં આવે છે તેની અપેક્ષાએ તો કાંઈ ફળ થતું નથી એમ કહીએ તે પણ ચાલે-આખો દિવસ ભાર વહન કરનારને એક પાઈ કરી મજુરીની મળે તેનાં જેવું છે.
-અધ્યાત્મકલ્પકુમ.