________________
શેઠ મેતીશાહ
શેઠના મુનીમ વીરચંદભાઈને સદર દાગીના વેચી આપી રોકડા કરવા રામજી સૂત્રધારે જણાવ્યું. શેઠ મોતીશાહને આ વાતની ખબર પડી ગઈ. એણે સૂત્રધારને બેલાવી ઠપકો આપ્યું. પિતાને સ્થપતિ ઈનામની વસ્તુ બજારમાં વેચે તેમાં પિતાની શેભા નહિ એટલે મેરાજ મેતાના ખાતામાં સ્થપતિ રામજીની જે રકમ દેવી નીકળતી હતી તે આખી ચૂકવી આપી. આમાં શેઠશ્રીની ઉદારતા, વ્યવહારદક્ષતા અને કારીગર વર્ગની ધન સંબંધી બેકાળજી વિગેરે અનેક બાબતો તરી આવે છે. સદર કાગળમાંથી આવી અનેક બાબતે મળી આવે છે. રામજી સલાટ પતે સં. ૧૯૧૪ સુધી હયાત હતા. અત્યારે તેના પ્રપૌત્રે હૈયાત છે, તેઓ ધંધે કરે છે. શેઠશ્રીએ આપેલ દાગીના તેમણે જાળવી રાખ્યા છે અને અતિ અભિમાન સાથે એ દાગીના પહેરી પોતાની જાતને ગૌરવાન્વિત માને છે. એ અસલ કાગળો ઐતિહાસિક નજરે ખૂબ ઉપયેગી જણાવાથી અત્ર સ્થપતિ રામજી સલાટ સંબંધી આટલે વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે. આ રામજી સૂત્રધાર સંબંધી છૂટાછૂટા ઉલ્લેખ આ પુસ્તકમાં આગળપાછળ આવ્યા કરશે.
કારીગરોને સારી રીતે સંતેષવાની મેતીશાહ શેઠની પદ્ધતિને બીજો પણ દાખલો મળી આવે છે. ટૂંકમાં પ્લાસ્ટર વિગેરે સુંદર કામ કરવા માટે તથા ટાંકાં અને કુંડ કરવા માટે ખંભાતથી કારીગરોને બેલાવવામાં આવ્યા હતા. તેઓ ત્યાં નવ વર્ષ સુધી રહી સારી રીતે ધન રળ્યા હતા. આ ખંભાતના કારીગરો