________________
નામાંકિત નાગરિક ધર્મશાળાને મુનિમ કરે તેવો રિવાજ છે. સદર પેઢીનું સ્થાન કેટલું ઊંચું હશે તેને આ પરથી ખ્યાલ આવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની મુખ્ય તિજોરીની એક ચાવી શેઠ મોતીશાહના કારખાનાના મુનિમ પાસે રહે છે એ પણ આ વહીવટની વિશિછતા સૂચવે છે. લગભગ ૫૦ વર્ષ સુધી આ ધર્મશાળા મુખ્ય ધર્મશાળા તરીકે પાલીતાણા શહેરમાં ગણાતી હતી. ત્યાં સાધુ સાધ્વીઓને માટે પણ સારી સગવડ છે, રડું ચાલું રહેતું અને અત્યારે પણ ચાલુ જ છે. તેમાં વિશાળ વ્યાખ્યાનગૃહ છે અને ચાતુર્માસમાં તેને પૂરતે લાભ લેવાય છે.
એ ધર્મશાળા એવી પાકી રીતે મજબૂત બાંધવામાં આવી છે કે અત્યારે એને સો વર્ષ થયા છતાં એની એક કાંકરી ખસતી નથી. કેટલી મજબૂતી લક્ષ્યમાં રાખીને કામ કરવામાં આવ્યું હશે તે જરૂર ધ્યાન ખેંચે તેવું છે.
ધર્મને માટે પૈસા મેળવવાની ઈચ્છા કરવી તેના કરતાં તેની ઈચ્છા ન જ કરવી એ વધારે સારું છે. પગે કચરો લાગ્યા પછી તેને ધોઈને સાફ કરવા કરતાં દૂરથી કાદવને સ્પર્શ ન જ કર એ વધારે સારું છે.
કેટલાક માણસો અન્યાય કે અપ્રમાણિકતાથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પૈસા મેળવીને ધર્મમાગે તેનો
વ્યય કરશું. આ વિચાર તદ્દન ખોટો છે. શાસ્ત્રકાર એવા નિમિત્ત માટે ધન મેળવવાની ચેખી ના પાડે છે.
– અધ્યાત્મક૯૫દ્રમ