________________
(૧૧) કારીગરાની સ્થિતિ અને સૂત્રધાર રામજી. તત્સમયના પત્રો ઉપરથી જણાય છે કે સૂ. રામજી સલાટને અને તેના દીકરાને મુંબઈમાં કારીગર તરીકે કામ કરવાનો માસિક પગાર અનુક્રમે રૂ. ૩૦ અને રૂ. ૨૦ હતો. આ પગાર તેઓની ખાસ શિલ્પી તરીકેની આવડતને લઈને કરી આપવામાં આવ્યા હતા. મુંબઈમાં સારામાં સારા કારીગરને પગાર માસિક રૂ. ૧૦ અને વધારેમાં વધારે રૂ. ૧૨ મળતું હતું એટલે સદર પગાર ઘણે સારે કહેવાય. આ ઉપરાંત પેટીયું” મળતું હતું. અહીં પ્રસંગે તે વખતની જનતા સંબંધી અને ખાસ કરીને મજૂર કારીગરની સ્થિતિ સંબંધી ઉપલબ્ધ હકીકતને વિચારી લઈએ. મોતીશાહ શેઠની ટૂંકના કારીગરોને માસિક પગાર રૂ. ા હતે. એ ઉપરાંત પ્રત્યેક કારીગરોને દરરોજ અનાજ શેર બે, ઘી શેર પા () અને ગોળ શેર અડધે () તેમજ કઠળ શેર અડધો વો આપવામાં આવતા. અને કારખાના પર ખાવા માટે તમાકુ આપવામાં આવતી હતી. આ ચીજો આપવાની ઉપર જણાવેલી બાબતને “પેટીયું” (ભરણપોષણ-ખાવાની વસ્તુ) કહેવામાં આવતું હતું. મજૂરીને દર દરરોજ દોઢ આને હતું, અને આ સર્વ પગાર મુંબઈગરાસરકારી સીક્કામાં હતું એ ઉલલેખ છે.