________________
શેઠ માતીશાહ
છે. એવા નામેાનુ લીસ્ટ હોય એમ જણાય છે. પરિશિષ્ટમાં સદર ઉલ્લેખ છાપવામાં આવ્યા છે.
૭૩
આ ધર્મશાળાની વિશિષ્ટતાએ છે કે પાલીતાણા રાજ્યે ત્યારપછી થયેલ અનેક ધમ શાળાઓમાં રાય-હક્કો રાખ્યા છે, કાઇમાં ઉતારાના હક્ક છે અને કાઈમાં બીજા પ્રકારના હક્ક છે, જ્યારે આ ધર્મશાળાના અઘાટ દસ્તાવેજ છે અને તેમાં રાજ્યની કાઈ પણ પ્રકારની દખલગીરી કે દરમ્યાનગીરીનેા હક્ક ન રાખતાં અઘાટ વેચાણુના પાકા દસ્તાવેજો તેને કરી આપવામાં આવ્યા છે અને તેમાં કોઇ પ્રકારની શરતા દાખલ કરવામાં આવી નથી.
પાલીતાણા શહેર ફરતા ગઢ હતા. ભરવનાથ પાસે એક દરવાજો હતા. શેઠના વંડા પાસે બીજો દરવાજો હતા અને ત્રીજો દરવાજો ગાડીજીના મંદિરથી આગળ જતા હતા. ગામના આટલા નાના વિસ્તારના પ્રમાણમાં આ ધર્મશાળાની જગ્યા ઘણા વિસ્તારવાળી ગણાય.
હાલમાં તા શહેર બહારના ભાગમાં માટી અને નવીન પદ્ધતિની અનેક ધમ શાળાઓ થઈ છે, પણ એગણીસમી સદીમાં આ મેાતીશાહ શેઠની ધમ શાળાની સાથે સરખાવી શકાય એવી એક પણ ધ શાળા પાલીતાણા ગામમાં નહાતી. અત્યારે પણ શહેરની મધ્યમાં તેનું સ્થાન ભવ્ય છે અને સેંકડો યાત્રાળુઓને એ આશ્રય આપે છે.
અત્યારે પણ કાઈ પણ ગામના સંધ આવે તે તેના સંઘવીનું સામૈયું થાય ત્યારે પ્રથમ ચાંદલા' શે મેાતીશાહની