SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) પાલીતાણામાં ધર્મશાળા પાલીતાણા શહેરમાં મોતીશાહશેઠે પોતાના પિતાશ્રી અમીચંદ સાકરચંદની યાદગીરીમાં ધર્મશાળા બાંધવાનો નિર્ણય ર્યો. આ ધર્મશાળાનું કામ સંવત્ ૧૮૮૪માં ચાલતું હતું. એ ધર્મશાળા કઈ સાલમાં યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવી તે સંબંધી બે મત છે. શેઠશ્રીના જીવનચરિત્ર પ્રમાણે રૂ. ૮૬૦૦૦ને ખર્ચ કરીને તેમણે સંવત્ ૧૮૮૭માં પાલીતાણમાં ધર્મશાળા બંધાવી એ ઉલ્લેખ મળી આવે છે. હાથના લખેલા જે કેટલાક કાગળો મળી આવ્યા છે તે પરથી માલૂમ પડે છે કે એ ધર્મશાળા સંવત ૧૮૮૫ના કાર્તિક માસની શરૂઆતમાં તૈયાર થઈ ગઈ હતી અને કાર્તિકી પુનમના મેળા પર સદર ધર્મશાળામાં યાત્રાળુઓ ઉતર્યા હતા અને તેમણે તેને પૂરતો લાભ લીધું હતું. આ સમય તે હતે જેની આગળ ભાયખળાના દેરાસરની પ્રતિષ્ઠાનું કાર્ય હાથ ધરવાના મુહૂર્ત લેવાઈ ગયાં હતાં અને પ્રતિષ્ઠા ત્યારપછી માગશર માસમાં કરવાની હતી. આ વચ્ચેના ગાળામાં પાલીતાણે ધર્મશાળા તૈયાર થઈ ગઈ હતી એ કાગળમાં ઉલ્લેખ છે. એ બને હકીક્ત વિચારતાં સંવત્ ૧૮૮૭ની શરૂઆતમાં ધર્મ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy