________________
શેઠ મોતીશાહ શ્રી સંભવનાથની સ્થાપના કરવામાં આવી. તે ઉપરાંત બીજા ચાર બિબેને એ મંદિરમાં સ્થાપવામાં આવ્યા, એટલે મુખ્ય દેરાસરમાં કુલ સાત પ્રતિમાજીની સ્થાપના કરી. ગભારાની જમણી બાજુએ દેરીમાં ગોમુખ યક્ષ પધરાવ્યા અને ડાબી બાજુ ચકેશ્વરી દેવીને પધરાવ્યા. ઉપરના શિખરની અંદરના મંદિરમાં ધર્મનાથની સ્થાપના કરવામાં આવી. આ ઉપરાંત કેટલાંક ધાતુનાં બિંબને પણ પધરાવવામાં આવ્યા.
આવી રીતે મહત્સવપૂર્વક ઋષભદેવ ભગવાનની સ્થાપના કરી નાની સરખી ટુંક મુંબઈ શહેરમાં બનાવી. મંદિરની પવિત્રતા જળવાય તે માટે એગ્ય પ્રબંધ કર્યો. ખાસ કરીને હજાર વાર જગ્યા તે માટે ફાજલ રાખી. ત્યાં બગીચો બનાવ્યું અને દેરાસરની શોભા કરવા માટે અનેક પ્રકારની રચના કરી મહત્સવ પૂરો થયા પછી અષ્ટોત્તરી સ્નાત્ર ભર્ણવવામાં આવ્યું અને શાંતિક પૌષ્ટિક કાર્ય કરી દ્રવ્યને સારી રીતે વ્યય કરવામાં આવ્યું.
આ ભાયખળા પ્રતિષ્ઠાનાં ઢાળિયાં ત્યાર પછી સં. ૧૮૮૮ના અષાડ સુદ ૧૫ ને રોજ પંડિત શ્રી વીરવિજયે બનાવ્યા છે, એટલે બનાવ બન્યા પછી ત્રણ વર્ષમાં રચના કરવામાં આવી છે. એટલે એમાં હકીક્ત રજૂ થઈ છે તેની સત્યતાના સંબંધમાં શંકા જેવું રહેતું નથી. એમનું કવિત્વ મધ્યમ કક્ષાનું છતાં આકર્ષક છે અને એની ઐતિહાસિક કિંમત ઘણી હોવાથી એને પરિશિષ્ટમાં સ્થાન આપ્યું છે અને બને ત્યાં સુધી રચનારની અસલ ભાષા જાળવી રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યું છે. આ રીતે ભાયખળા મંદિરની સ્થાપના અને પ્રતિષ્ઠા થઈ