________________
૬૯
શેઠ મોતીશાહ
જળયાત્રાને માટે વરઘોડો ચઢાવવામાં આવ્યું. એમાં સુહાગણ સ્ત્રીઓને માથે કળકળશ મૂકવામાં આવ્યા, શેઠાણી દિવાળીબાઈએ રામણદીવડો લીધો અને વરઘેડામાં અષ્ટમંગળ, ચામર, ધૂપ અને સુગંધીની ઘટા કરવામાં આવી. વરડામાં હાથી, ઘોડા, રથ વિગેરે ઉપરાંત ઘડવેલ (ઘોડાગાડી)નો પાર નહોતા. એને મેખરે ઇંદ્રવજ હતું અને લોકસંખ્યાને પાર નહોતે. એ વરઘોડાના વર્ણનમાં પ્રભુને ચામર ઢાળનાર પૈકી બાલાભાઈ તથા ત્રીકમનું નામ આવે છે. બાલાભાઈએ કલ્યાણજી કહાનજીના પુત્ર દીપચંદભાઈ હેવા સંભવે છે. એમનાં બે નામ હતાં. તે ઘારી હતા અને તેઓ શત્રુંજય ઉપર ટુંક બંધાવી અમર થઈ ગયા છે. એમની હકીકત અન્યત્ર વિગતવાર આવશે. ત્રીકમ” કેણ હતા તેને પરિચય પ્રાપ્ત થઈ શક નથી. વરઘોડે ભાયખળાની વાડીએ ઉતર્યો. ત્યાં દેવને નેતર્યા. પાણીના કુંભ ભરી, તેના ઉપર શ્રીફળ પધરાવી, તેને સહાગણ સ્ત્રીઓને માથે મૂકી વડે પાછે શેઠને ઘેર ઉતર્યો. તે વખતે પ્રભાવના કરવામાં આવી અને રાત્રે રાત્રિજાગરણ અને પ્રભાવના કરવામાં આવ્યાં.
ત્યારપછી પ્રતિષ્ઠા (બિંબપ્રવેશ) મહોત્સવ કરવામાં આવ્યું. કુંભસ્થાપના, નવગ્રહ દશદિક્પાલપૂજન, દેવતાને નેતરવા, પખણ કરવા વિગેરે વિધિ ખૂબ ઠાઠમાઠપૂર્વક અને શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી. આ વિધિનું વર્ણન આગળ મોતીશાહની ટુંકમાં કરેલી પ્રતિષ્ઠાને અંગે વિસ્તારથી આવવાનું હેઈ અત્ર કરવામાં આવતું નથી. (સં. ૧૮૮૫) માગશર સુદ ૬ શુક્રવારના રોજ મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન, પ્રભુની જમણું બાજુના ગભારામાં શ્રી સીમંધરસ્વામી અને ડાબા ગભારામાં