________________
૬૮
નામાંકિત નાગરિક
પધરાવી અને કોઇ પણ પ્રકારની આશાતના ન થાય તે રીતેસવ વ્યવસ્થા કરીને જમીન માગે ૧૬ પ્રતિમાજીનેભરુચ લઇ આવ્યા. આખે રસ્તે ન્હાઈ ધાઇ, ખરાખર સ્વચ્છતા રાખી ભૂખ જયાપૂવ ક પ્રતિમાજી ભરુચ પહેાંચ્યા. પછી ત્યાં વહાણુ તૈયાર કરાવ્યું. એ વહાણમાં પણ પૂજા તથા ધૂપની ખરાખર વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂરત એ વહાણ રોકાયું અને અનુકૂળ પવને મહુ થાડા વખતમાં મુંબઇ પહેાંચ્યું. મેાતીશાહ શેઠે અતિ ભાવપૂર્ણાંક પ્રભુનું સામૈયું કર્યું. તેમના પુત્ર ખીમચ દભાઇ ઘેાડે બેઠા અને શેઠ પાતે સાજનમાજનમાં પગપાળા ચાલ્યા. સામૈયામાં હાથી, ઘેાડા, પાલખી, રથ અને સાંબેલાંના પાર ન હેાતા, અને સાજનમાજનમાં જૈન અને જૈનેતરોએ બહુ આનંદથી ભાગ લીધા હતા. એમ કહેવાય છે કે—આ સામૈયુ' એવુ` જખરજસ્ત બન્યું હતું કે એને જોતાં શ્રી મહાવીર પરમાત્માનુ` કાણિકે સામૈયુ કર્યું હતું તેનું વર્ણન લેાકેાને યાદ આવતું હતું. સામૈયાના ઠાઠ લોકો ઘણાં વર્ષો સુધી યાદ કરે એવા બન્યા હતા. આવી રીતે અત્યંત ઠાઠમાઠથી ભાયખળાના મંદિરની બાજુમાં પેાતાને માટે રહેવા સારુ તૈયાર કરાવેલા ઘરમાં પ્રભુને પધરાવવામાં આવ્યાં. સંઘની આજ્ઞારૂપ તિલક તે વખતે શેઠ મેાતીશાહને કરવામાં આવ્યું અને તે તિલક શેઠે વધાવી લીધું. આવા સંઘભક્તિ અને પ્રભુભક્તિના કાર્યમાં સમસ્ત શ્રી સંઘની પરવાનગી અને તેમના સહકારની જરૂર હતી અને તે માટે આજ્ઞાતિલક કરાવવાની પ્રથા જાણીતી છે. આ મંદિર સાર્વજનિક હાઈ સČના સહકારની તે માટે જરૂર હતી અને તેની શરૂઆત સામૈયા અને તિલકવિધિથી કરવામાં આવી હતી.