________________
૫૬
નામાંકિત નાગરિક
આવે છે અને ગરીબ અનાથ ખાળકને દૂધ મત આપવામાં આવે છે. આ સની શરૂઆત શેઠ મેાતીશાહની પ્રેરણાથી થઈ એમાં શક નથી.
ટ્રસ્ટીઓનાં નામે જોતાં, પાંજરાપાળના કાર્યમાં સમસ્ત મહાજનના સહકાર જોતાં અને કામને પાર પાડવામાં વૈવિધ્ય સાથે રચનાત્મકતા વિચારતાં આ વિશાળ સ`સ્થા સ્થાપનાર પર મનનાં ઉમળકા આવે અને તેને માટે અત્યંત માન ઉત્પન્ન થાય તેવું છે.
એની સ્થાપનાને અંગે કર્ણાનુક સાંભળેલી હકીક્ત જે આગળ પરિશિષ્ટમાં આપી છે તે વિચારતાં અને તેની અનેકવિધ પ્રવૃત્તિ જોતાં આવું જીવદયાનું મહાન્ કાર્ય ઉપાડનારને માટે ખૂબ લાગણી થાય તેવું છે. અન્ય સ્થળે પાંજરાપોળના વહીવટ જેના પર ઘણે ભાગે હોય છે, ત્યારે મુંબઈમાં એ કા સમસ્ત મહાજને ઉપાડી લીધું છે, એમાં એના સ્થાપકની દીર્ઘ ષ્ટિ નજરે તરી આવે છે. પારસી ભાઇઓ આવા જીવદયાના કાર્ય માં સક્રિય ભાગ લે, હજારાની રકમના ફાળા આપે અને એ કાર્યને પુણ્યનું કામ માને એ વિશિષ્ટ ઘટના ગણી શકાય. આ સુંદર પરિસ્થિતિ નીપજાવનાર શેઠ મેાતીચંદ અમીચ'દ પાંજરાપાળના આદ્યપ્રેરક અને મુખ્યદાતા હાઇ આપણે તેમનુ નામ આજે પણ સખાવતી ધર્મી દયાવીર અને દાનવીર તરીકે યાદ કરીએ છીએ. મુંબઇની પાંજરાપાળમાં આ આખી નાંધ મુખ્તસર મેાજુદ છે. એમાંથી અગત્યની બાબતો સાંપડી છે તે સદર પરિશિષ્ટ પરથી જોઈ શકાશે અને ચાલી આવતી સ્થાપનાને લગતી દંતકથા તે શીષ ક