________________
૫૫
શેઠ મોતીશાહ
ખર્ચ બહુ રીતસરનું ચાલતું હતું. જામીનગીરીઓ એકાઉન્ટ ન્ટન્ટ જનરલને ત્યાં રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. અને સને ૧૮૫૦ (સં. ૧૯૦૬) માં નીચે જણાવેલા ૧૧ ગૃહસ્થને તેના ટ્રસ્ટી ઠરાવવામાં આવ્યાં.
૧ સર જમશેદજી જીજીભાઈ નાઈટ (પ્રમુખ), ૨ શેઠ બમનજી હારમસજી વાડિયા, ૩ સર ખરશેદજી જમશેદજી જીજીભાઈ બેરોનેટ, ૪ શેઠ રૂસ્તમજી જમશેદજી જીજીભાઈ, ૫ શેઠ ખરશેદજી ફરદુનજી પારેખ, ૬ શા. હીંમતરામ ત્રીસ્નાઘર, ૭ શા. ગંગાદાસ ત્રીજભૂખણદાસ, ૮ શા. ઉમેદચંદ જાદવજી ૯ શા. સુંદરજી નાનજી, ૧૦ ઠા. કહાનજી ચતુર ૧૧ મારવાડી રૂગનાથદાસ બક્ષીરામ.
આ ટ્રસ્ટડીડ રીતસર થયું તે વખતે સં. ૧૯૦૫ માં પાંજરાપોળનાં સરવૈયામાં રૂ. ૩,૩૧,૦૦૦ ની મૂડી હતી. તેમાં સ્થાવર મિલક્તને સમાવેશ થતો નથી. સદરહુ સ્થાવર મિક્તનું રૂ. ૧,૪૧,૭૫૦ નું ટ્રસ્ટડીડ ઉપર જણાવ્યું તે પ્રમાણે થયું તે જુદું સમજવું. એ રીતે ૧૫ વર્ષના અરસામાં પાંજરાપોળ જામી ગઈ અને સમૃદ્ધ સંસ્થા બની ગઈ.
કાવસજી પટેલવાળી જગ્યા પૂરતી ન થઈ ત્યારે શેઠ મેતીશાહે મુંબઈની નજીક ચીમડ (ચાંબુડ) ગામ ખરીદીને તે જગ્યા પણ મુંબઈ પાંજરાપોળને અર્પણ કરી. અત્યારે તે પાંજરાપોળની આવક લગભગ ત્રણ લાખ ઉપરની વાર્ષિક ગણાય છે. જગ્યાની કિંમત લાખની થાય છે. મુંબઈ ખાતે અને ચીમડમાં થઈને પાંચથી છ હજાર ઢોરોને રાહત આપવામાં