________________
૫૪
નામાંકિત નાગરિક તે વખતે એની વ્યવસ્થા પરત્વેની યોજના એવી થતી ચાલી કે એ સંસ્થા ઉત્તરોત્તર બળવાન થતી ગઈ. સં. ૧૮૯૨ ની શરૂઆતથી એ સંસ્થાને વહીવટ મેસર્સ જમશેદજી જીજીભાઈ એન્ડ સન્સને ત્યાં રહ્યો અને તેના ઉપર દેખરેખ ઉપર જણાવેલી કમિટીની રહી.
પાંજરાપોળની શરૂઆત તે કુતરાપ્રકરણને અંગે થઈ, પણ ત્યાર પછી તેને વિસ્તાર ગાય, બળદ, બકરા, ભેંસ, પાડા, ઘોડા વિગેરે સર્વ જનાવરને અંગે કરવામાં આવ્યું. ન ધણઆતાં જનાવર, રેગી, વૃદ્ધ થઈ ગયેલાં ખેડા ઢોર, અપંગ જનાવરો વિગેરે સર્વનું આશ્રયસ્થાન પાંજરાપોળ થઈ પડયું.
કાવસજી પટેલ પાસેથી રૂ. ૬૧૦૦૦ માં હજારો વાર જગ્યા લીધી હતી તે પૈકી મેટે ભાગ પાંજરાપોળ માટે રાખવામાં આવ્યું. તેનું બક્ષીસપત્ર અથવા ટ્રસ્ટડીડને મળતું લખાણ શેઠ મોતીચંદે પોતે કરી આપ્યું એમ શેઠશ્રીના પિતાના વીલ ઉપરથી જણાય છે. શેઠશ્રીની હયાતી બાદ પાંજરાપોળની મિત્તે માટેનું એક રીતસરનું ટ્રસ્ટડીડ રૂ. ૧,૪૧,૭૫૦ નું કરી તેના ટ્રસ્ટી તરીકે શેઠ ખીમચંદભાઈને ઠરાવવામાં આવ્યા હતા.
આ પાંજરાપોળનું કામ કેવું સુંદર ચાલ્યું હશે તેને ખ્યાલ કરવા ગ્ય છે. સં. ૧૮૧ થી તેને સોળ વર્ષને હિસાબ પ્રકટ કરવામાં આવ્યા ત્યારે તેની જમે બાજુ રૂ. ૮,૮૫,૨૫ થયેલા અને ખર્ચ તે અરસામાં રૂ ૪,૭૦,૧૮૦ નું થયું જણાય છે. આ પ્રમાણે પાંજરાપોળની વાર્ષિક આવક શરૂઆતથી જ રૂ. ૫૫,૩૭૦ ૪–૦ થઈ.