________________
ચા શિખર મુખ રાખીને તે શિબિકામાં મૂકેલા સિંહાસન ઉપર તેઓ બેસી ગયા. ત્યાર પછી કુંભક રાજાએ અઢાર શ્રેણી–પ્રશ્રેણી જનેને એટલે પાલખી ઉંચકનારા અઢાર પ્રકારના અવાંતર જાતિના પુરૂષોને લાવ્યા. બે લાવીને તેમને આદેશ આપે કે હે દેવાનુપ્રિયે! તમે બધાં પહેલાં સ્નાન કરે.
દેવાનુપ્રિયે ! તીર્થંકર પ્રભુની પાલખી ઉપાડવાની છે તેના માટે પણ કેટલી શુદ્ધિ કરવી જોઈએ! પવિત્ર પુરૂષની પાલખી ઉપાડવા માટે દેહને શુધ્ધ કરે જોઈએ સાથે આત્માને પણ શુદ્ધ કરવું જોઈએ. એટલા માટે કુંભકરાજાએ પાલખી ઉપાડનારા માણસને કહ્યું કે તમે પહેલાં સ્નાન કરે. ત્યારબાદ સારા વસ્ત્રાલંકારે પહેરે. દ્રવ્ય અને ભાવથી બંને પ્રકારે શુધ બનીને તમે બધા મલ્લીનાથ અરિહંત પ્રભુની શિબિકાને તમે ઉંચકે. આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં પાલખી વહન કરનારા માણસનું હૈયું અત્યંત હર્ષ અને ઉલ્લાસથી નાચી ઉઠયું. અહ! આપણાં ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે તીર્થંકર પ્રભુની પાલખી ઉંચકવાનું આપણને સદ્દભાગ્ય મળ્યું. સંસારને ભાર ઘણે ઉંચક્યો તેનાથી આપણા આત્માનું કલ્યાણ થયું નહિ. પણ ભગવંતની શિબિકા ઉંચતાં આપણા કર્મની કોડે ખપી જશે. આમ હર્ષ પામતાં સ્નાન કરી, સારા વસ્ત્રાભૂષણથી અલંકૃત બનીને કુંભક રાજાની આજ્ઞા પ્રમાણે તેમણે પોતપોતાના ખંભા પર પાલખીને ઉંચકી લીધી.
ત્યાર પછી કેન્દ્ર મહારાજે તે મને રમા પાલખીના દક્ષિણ બાજુના દાંડાને ઝા, ઈશાનેન્દ્ર ઉત્તર દિશા તરફના દાંડાને ઝાલ્યા ચમરેન્દ્ર દક્ષિણ દિશા તરફના નીચેના દાંડાને ઝા અને બલીન્કે ઉત્તર દિશા તરફના નીચેના દાંડાને ઝા. તે સિવાય બાકીના બધા ભવનપતિ, વાણવ્યંતર, જોતિષી અને વૈમાનિક દેવેએ પિતાપિતાની યેગ્યતા પ્રમાણે પાલખીના દાંડાને પકડ્યા. અને બધાએ ભેગા થઈને અરિહંત પ્રભુની પાલખી ઉંચકી. પુલક્તિ અને હર્ષઘેલાં થયેલાં માણસેએ સૌથી પહેલાં પાલખીને પિતાનાં ખંભે ઉંચકી. ત્યાર પછી અસુરેન્દ્રોએ, સુરેન્દ્રો અને નાગેન્દ્રોએ ઉંચકી. ભગવંતની પાલખીને દડો ઉપાડતાં ઈન્દ્રો, દે અને મનુષ્યના દિલમાં હર્ષ સમાતો નથી. તેમના સાડાત્રણ કોડ મરાય ખીલી ઉઠયા. આ સમયે દેએ પિતાની શક્તિથી વિમુર્વેલા આભરણે અને મૂલ્યવાન વસ્ત્રો પહેરીને ભગવાનની શિબિકા ઉપાડી હતી. તે વખતે દેવોને કાનમાં પહેરેલાં કુંડળે આમથી તેમ હાલત હતાં. તેમના મસ્તકે પહેરેલા મણુઓ ને રને ઝગમગ થતાં હતાં. એક તે દેવ અને મનુષ્યથી બનેલી દિવ્ય શિબિકા અને તેમાં સાક્ષાત્ તેજોમૂતિ તીર્થકર ભગવંત બેઠા હોય અને દેવે તેમની શિબિકા ઉપાડીને ચાલતા હોય તે સમયની શોભા કેટલી વધી જાય ! તે સમયને દેખાવ અલૌકિક હતા. તેમનાં તેજની પાસે જાણે સૂર્ય-ચંદ્રના તેજ પણ ઝાંખા પડી જાય.