________________
૯૪૨
શારદા શિખર શિબિકા તૈયાર થઈ ગયા પછી મલ્લીનાથ અરિહંત પ્રભુ સિંહાસન ઉપરથી ઉભા થશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૭ કારતક સુદ ૧૩ ને ગુરૂવાર
તા. ૪-૧૧-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત જ્ઞાની ત્રિલેકિનાથ સર્વજ્ઞ પ્રભુ જગતનાં જીવને ઉદુર્બોધન કરતાં કહે છે કે હે સુખ પિપાસુ આત્મા! અનાદિકાળથી તું સંસારનાં સુખ માણતે આવે છે પણ એ સુખે તને સંતોષ આપનારાં નીવડયા ખરા ? કયાંથી નિવડે? કારણ કે તે સુખ નથી પણ સુખાભાસ છે. એની પાછળ અને તે સમય ગુમાવ્યું તે પણ તારી ઈચ્છાઓ તે વધતી ને વધતી રહી. શાંત ન થઈ. દુઃખના ડુંગરા નીચે દબાઈ ગયાં તે પણ વાસનાઓને અંત આવ્યો નહિ. વાસના જીવને ભવભવમાં ભમાવે છે. વાસનાને મહેલ છોડી ઉપાસનાના દરવાજે ચઢશે ત્યારે સાચું સુખ પ્રાપ્ત કરી શકશે.
બંધુઓ ! જે તમારે વીતરાગ પ્રભુની ઉપાસના કરવી હોય તે સૌથી પહેલાં જીવનમાં સત્સંગ કરે. સત્સંગને મહિમા અપાર છે. સત્સંગના મૂલ્ય અમૂલ્ય છે. સત્સંગથી મળતું સુખ અનંત છે. ને તેની શાંતિ પારાવાર છે. સત્સંગ કર્યા પછી જે શાંતિ મળે છે તે ત્રિવિધના તાપને શમાવનારી છે. માટે જ્ઞાની કહે છે હે જીવ! તે સત્સંગનો રાગી બનજે. સત્સંગને રાગ તને વૈરાગ્યના પંથે લઈ જશે. વીતરાગ બનવા માટે પ્રેરણાના પીયુષનું પાન કરાવશે અને છેવટે શાશ્વત સુખને ભંડાર અપાવશે. સત્સંગ એટલે સંત પુરૂષને સંગ, એમની વાણીને સંગ. એ સંગને રંગ કર્મના કાજળને સાફ કરી આત્માને ઉજજવળ બનાવશે ને માનવજીવન અમૂલ્ય બની જશે અને કર્મરાજા સાથે જંગ ખેલવાની શક્તિ પ્રગટ થશે, આ સત્સંગ કરવાને અમૂલ્ય અવસર તમને વારંવાર નહિ મળે. માટે જે સમય મળે છે તેને સદુપયેગ કરે.
આપણે ચાલુ અધિકાર મલ્લીનાથ ભગવાન શિબિકા તૈયાર થઈ ગયા પછી સિંહાસન ઉપરથી ઉભા થયા. “અમુદ્દિત્તા નેવે મreભા સયા તેલ વાછર उवागच्छित्ता मारमं सीयं अणुपयाहिणी करेमाणा मणोरम सीयं दुरुहीत्ता सीहासण
grfમદ નિને ” ઉભા થઈને જ્યાં મનેરમા શિબિકા પાલખી હતી ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને આત્મશ્રેયની ઈચ્છાથી મનેરમા શિબિકાને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ મને રમ શિબિકા પર આરૂઢ થયાં, અને પૂર્વ દિશા તરફ