________________
૩૦
સારા શિખર ઈન્દ્રિઓ મળે ત્યાં સુધી કાન નથી મળતાં. પાંચ ઇન્દ્રિઓ પૂરી મળે ત્યારે કાન મળે છે. કાનદ્વારા કાઈની નિંદા કુથલી સાંભળવાની નથી પણ વીતરાગ વાણી સાંભળવાની છે. કાઈની નિંદા સાંભળવાથી ને કરવાથી જીવ કમ ખાંધે છે. વીતરાગ વાણીનું શ્રવણ કરવાથી શું લાભ થાય છે.
"सवणे नाणे य विन्नाणे, पच्चकखाणे य संजमे । अणहए तवे चेव, वोदाणे अकिरिया सिध्धी ॥"
ધર્મ શાસ્ત્રનાં શ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન (વિશેષ તત્ત્વમેાધ), વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સયમથી અનાશ્રવ એટલે સવર દ્વારા નવાં આવતાં કર્માને રાકવા, અનાશ્રવથી તથા તપથી પુરાણા કર્મના ક્ષય, પૂર્વ કર્મોના નાશથી નિષ્કમ તા એટલે કમ રહિત સ્થિતિ અને નિષ્કમતાથી સિધ્ધિ એટલે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્રશ્રવણથી જીવને આવા લાભ થાય છે.
રાજા-રાણીએ તથા કુવરે એક ચિત્તે વાણીનું શ્રવણુ કર્યું. વ્યાખ્યાન પૂરું થયા પછી રાજા રાણીએ પૂછ્યું ગુરૂદેવ ! આ અમારા એકના એક પુત્ર ઘણેા સૌંદય વાન ને ઢાંશિયાર છે પણ મૂંગા છે તે તે ક્યા કર્મીના ઉડ્ડયથી મૂંગાપણું પામ્યા છે ? તે કૃપા કરીને ફરમાવેા. સ ંતે ઉપયોગ મૂકીને કહ્યું. આ કુંવરે આજથી ત્રીજા ભવે નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને ૧૧ વર્ષ તા કડક મૌન પાળ્યું હતું. આજે તેા મહિના પંદર દિવસ મૌન રાખે તે પેપરમાં જાહેરાત આપે. ત્યારે આ કુંવરે ચારિત્રમાં મૌન તેમજ ઉગ્ર તપશ્ચર્યા સાથે ગુરૂવ^ના વિનય કરીને તેમની પાસેથી જ્ઞાન મેળવ્યું. આવું જ્ઞાન આત્માને ખૂબ લાભદાયી બને છે, ને સદા માટે ટકી રહે છે. સંતે અગિયાર વર્ષ પછી મૌન છેડયુ' પણ તપ ચાલુ રાખ્યા. જ્ઞાનાવરણીય કાઁના ક્ષચેાપશમથી એમને ખૂબ ઉઘાડ થયા ને ઘણુ' શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના ગુરૂના પરિવાર ઘણા વિશાળ હતા. તેમનાં પણ શિષ્ચા થયા આ અધા નાના સતા આ જ્ઞાની મુનિ પાસે સિધ્ધાંતની વાંચણી કરતાં. કઈ શંકા થાય તેનુ' સમાધાન કરતાં. ખધાને ખૂબ પ્રેમથી ભણાવતાં હતાં.
એક દિવસ એવું બન્યુ કે ગુરૂ ખૂમ થાકી ગયેલાં. રાત્રે શિષ્યે સ્વાધ્યાય કરવા બેઠા. પણ કંઈક કંઈક સંતા ભૂલ જવાથી વારવાર પૂછવા આવતાં. આથી ગુરૂની ઉડી ગઈ ત્યારે મનમાં કિલષ્ટ ભાવ આવ્યા. અહા ! મેં જ્ઞાન, ધ્યાન અને તપમાં મારા શરીર સામુ` ના જોયું, શરીરની ખુવારી કરી નાંખી. આટલા લાકોને જ્ઞાન આપ્યું. હવે મારુ. શરીર ચાલતું નથી. છતાં રાત્રે પણ મને શાંતિ નહિ શિષ્ય મારું માથું ખાઈ જાય છે. આ બધુ ભણ્યા તે ઉપાધિ થઈને ? જે કંઈ ભણ્યા નથી તેમને કંઈ ઉપાધિ છે? કેવા ખાઈ પીને નિરાંતે આરામથી સૂતા છે. ખસ, હવે