________________
વારા શિખર મારે કઈને જ્ઞાન આપવું નથી. એ ગુસ્સો આવ્યો કે શાસ્ત્રના પાનાં ને પુસ્તક ફાડી નાંખ્યા. શિષ્યોએ ગુરૂદેવની અશાતના ન થાય તે માટે ચરણમાં પડીને માફી માંગી. અને કહ્યું ગુરૂદેવ ! આપ અમારા તારણહાર છે. આપે અમને મહાન જ્ઞાન આપ્યું છે. આપ આ શાસ્ત્રોના પાના ફાડી નાંખશે ને અમને જ્ઞાન નહિ આપે તે અમારું શું થશે? શિવેએ ઘણું સમજાવ્યાં પણ ગુરૂને ક્રોધ શમ્યો નહિ. આલોચના કરી નહિ અને ત્યાંથી કાળધર્મ પામી દેવલોકમાં ગયા અને ત્યાંથી આયુષ્ય પૂરું કરી તમારે ત્યાં કુંવરપણે જમ્યા છે. એમના પૂર્વ કર્મના ઉદયથી મૂંગા બન્યા છે.
પછી રાજાએ પ્રશ્ન કર્યો કે આ કર્મો કેવી રીતે ખપે? ત્યારે જ્ઞાનીએ ત્યાં જ્ઞાનપાંચમન તેને મહિમા સમજાવ્યું. તેમજ પાંચમને ઉપવાસ કરી ક્રિયા સહિત
જ્ઞાન આરાધના કરવી. કુંવરે ત્યાં આલેચના કરીને પાપને ખૂબ પશ્ચાતાપ કર્યો • આથી કર્મ ખપી જતાં મૂંગાપણું ટળી ગયું ને વાચા છૂટી એટલે ગુરૂના ચરણમાં પડીને કહ્યું- ગુરૂદેવ ! હવે મારે સંસારમાં રહેવું નથી. અનંત કાળથી ચતું ગતિમાં પરિભ્રમણ કર્યું છે. મેં આપના મુખેથી પૂર્વભવ સાંભળે. આવા તે કેટલા ઘોર પાપ મેં કર્યા હશે! એમાંથી કયારે છૂટકારો થશે ? અને સિદ્ધગતિના સુખડ મળશે ? હવે તે કર્મની કેદમાંથી મુક્ત બની જલદી મેક્ષમાં જવું છે. કંવરે પશ્ચાતાપ પૂર્વક પાપની આલોચના કરી દીક્ષા લીધી ને કર્મને ક્ષય કરી કલ્યાણ કર્યું. જે તમારે કલ્યાણ કરવું હોય ને ચાર ગતિના ફેરા મટાડવા હોય તે બને તેટલી જ્ઞાન, દર્શન સહિત ચારિત્ર અને તપની આરાધના કરે.
ચાલુ અધિકારમાં મલ્લીકુમારીએ છ રાજાઓને કહ્યું કે બેલે, તમારે શું વિચાર છે? દીક્ષા લેવી છે? મલ્લીકુમારીના વૈરાગ્યભર્યા વચને સાંભળીને જેમ પહાડ ઉપરથી પડતે પાણીને ધોધ મેટા મેટા પથ્થરેને તેડી નાંખે છે તેમ છે રાજાઓનાં પથ્થર જેવા હદય પીગળી ગયા. અને મલલી અરિહંતના વચન સાંભળીને જિતશત્રુ પ્રમુખ છ એ રાજાઓએ મલી અરિહંતને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! સંસાર ભયથી વ્યાકુળ થઈને તમે દીક્ષા અંગીકાર કરવા ઈચ્છે છે તે હે દેવાનુપ્રિય! બતાવે કે તમારા વિના અમારે સહાયક બીજે કેણુ થશે ? પેટા કામ કરતાં અમને રોકનાર કેણુ થશે ? અમારા જેવા સંસારમાં પડેલા ને સન્માર્ગ તરફ વાળનાર, ધર્મના ઉપદેશક કેણ હશે? કઈ માણસને સમુદ્ર તર હોય તે વહાણ, નૌકા, સ્ટીમર અગર બે ભુજાને સહારે જોઈએ છે. સહારા વિના સમુદ્ર તરી શકાતો નથી. કેઈને ઉંચે જવું હોય તે સીડીને સહારે જોઈએ છે. સહારા વિના ઉંચે ચઢી શકાતું નથી. તે હે મિત્ર ! તમે અમારા સાચા સહાયક છે. આજથી ત્રીજા ભવે આપે અમારા ઉપર ઘણું મટે ઉપકાર કર્યો છે. આપ તે વખતે