________________
શારદા શિખર ઉપકાર ઓળવવાથી, જ્ઞાનીની તથા જ્ઞાનની અશાતના કરવાથી, કેઈને જ્ઞાન ભણવામાં અંતરાય પાડવાથી, જ્ઞાની ઉપર ઢષ કરવાથી તે જ્ઞાની સાથે બેટા ઝઘડા વિખવાદ કરવાથી. આ છ કારણે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. કેઈ શાસ્ત્રની વાતને એમ કહે કે આ હાંકી કાઢેલી વાત છે તે તે સર્વજ્ઞ પ્રભુના વચનની ઘોર અશાતના કરી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. જ્ઞાન મેળવ્યા પછી ઘમંડ આવી જાય કે હું કંઈક છું, મારા જેટલું કેઈને આવડતું નથી. પિતાનાં જ્ઞાન દ્વારા બીજાને નીચા પાડવા માટે બેટા વાદ વિવાદ કરે છે તે જ્ઞાન નહિ પણ જ્ઞાનનું અજીર્ણ છે. માણસ જમે પણ જે પાચન ન થાય તે અજીર્ણ કહેવાય. તેમ જ્ઞાન ભણીને અભિમાન આવી જાય ને પોતાના જ્ઞાનને ઉપગ વાદ વિવાદ કરી બીજાને હલકા પાડી પોતે મહાન જ્ઞાની છે તેમ બતાવવામાં થતું હોય તે સમજી લેવું કે આ જ્ઞાનનું અજીર્ણ છે. માટે જ્ઞાની કહે છે કે જ્ઞાન ભણે, તપ કરે, દાન કરે, ઉંચુ ચારિત્ર પાળે પણ તેને અભિમાન ન કરે. અભિમાન રહિત સાધના કરશે તે ઉધાર થશે.
જ્ઞાનની જીવનમાં અત્યંત આવશ્યકતા છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે “ઢમં ના તો ત્રા” પહેલાં જ્ઞાન છે ને પછી દયા રૂપ ક્રિયા છે. એટલે કે જે આત્માને જીવાજીવનું જ્ઞાન હશે તે તે દયા પાળી શકશે. માટે સર્વ પ્રથમ જ્ઞાનની આરાધના કરો. કહ્યું છે કે-“rmો વિના ન દુરિત ચણTI) જ્ઞાન વિના ચારિત્ર નથી. જ્ઞાન વપર પ્રકાશક છે. જે મનુષ્યમાં જ્ઞાન હોય તે સુખ-દુઃખમાં સમતા રાખી શકે છે. જ્ઞાનથી મનુષ્ય પાપ કર્મ કરતો અટકે છે. જ્ઞાન દ્વારા દુનિયાના સમગ્ર પદાથોને જાણી શકાય છે. માટે જ્ઞાન પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. જે જ્ઞાન ભણી શકે તેમ ન હોય તેણે ભણનારની સેવા, વૈયાવચ્ચ કરવી અને જે જ્ઞાની હોય તેણે બીજા ને પિતાના જ્ઞાનનો લાભ આપે. જ્ઞાન આપીને જીને ધર્મના માર્ગે વાળવા પણ જ્ઞાનને ઘમંડ કરે નહિ કે જ્ઞાન અગર જ્ઞાન પ્રાપ્તિના સાધનની અશાતના ન કરવી. જ્ઞાન અને જ્ઞાનીની અશાતના કરવાથી જીવ ઘોર કર્મ બાંધે છે. - એક રાજાને ત્યાં ઘણાં વર્ષે પુત્રનું પારણું બંધાયું. તેથી રાજાને ને પ્રજાને આનંદનો પાર નથી. આખા ગામમાં જન્મ મહોત્સવ ઉજવાય છે. રાજા ખૂબ દાન પુણ્ય કરે છે. સાત દિવસ ઉત્સવ ઉજવે. કુંવર માટે થાય છે પણ બેલતે નથી તેથી રાજાને ખૂબ ચિંતા થાય છે. રાજા-રાણી ઝૂર્યા કરે છે.
ત્યાં પવિત્ર અવધિજ્ઞાની મુનિ પધાર્યા. આખું ગામ સંતના દર્શન કરવા તથા વ્યાખ્યાન સાંભળવા ગયું. રાજા, રાણુ, કુંવર બધા એક ચિત્તે સાંભળે છે. ત્યારે મુનિ કહે છે કે દેવાનુપ્રિયે! વિચાર કરે. પાંચ ઈન્દ્રિઓ મળી છે પણ તેમાં ચાર
૧૧૭