________________
સારા શિખર
૧છે . લેકે મારી માતાને કે મને કદી પ્રેમથી બોલાવતાં ન હતાં. કારણ કે અમે નિધન અને એ ધનવાન. પણ બાળકના દિલમાં એવા ભેદભાવ હોતા નથી. એટલે શ્રેષ્ઠી પુત્ર ને હું બંને હળીમળીને સાથે રમતાં હતાં. પેલા ધનવાન શેઠાણી એના બાબાને અનેક પ્રકારના મેવા, કટ વિગેરે આપતી ને કહેતી કે તારે એકલાએ ખાવું. કઈ માંગે તે એને અંગુઠો બતાવે.
શ્રીમંતાઈને ગર્વ* - આ શ્રીમંત શેઠાણને ખબર નથી કે આવું શિક્ષણ ભવિષ્યમાં મને નડશે. શેઠના દીકરાને બધું ખાતે જોઈને હું રડતો ત્યારે મારી માતા મારા માટે વહાલભર્યો હાથ ફેરવીને કહેતી બેટા ! મારે પગાર આવશે ત્યારે તને બધું લાવી આપીશ. એ હૃદયના પ્રેમ સિવાય કંઈ આપવા સમર્થ ન હતી. છતાં મને જેમ તેમ કરીને સમજાવી દેતી. અણસમજણમાં શું ખબર કે મારી મા કેટલા દુઃખ ભેગવે છે! એક દિવસ મેં હઠ પકડી કે મા ! મને પેંડા લાવી આપ તે જ હા. મારી હઠ જોઈ મારી માતાની આંખમાં આંસુ આવી ગયા. ને તેનું હદય દ્રવી ઉઠયું.
મારી માતાએ કરેલી નમ્ર વિનંતી” :- મારી માતા શેઠની હવેલીમાં ગઈ ને શેઠાણીને નમ્રતાપૂર્વક કહ્યું-બહેન! તમે પુણ્યવાન છે. ભગવાન તમને સુખી કરે ને તમારા દીકરાને પેટ ભરીને ખવરાવ પણ ઘરમાં ખાય તેમ કરે. મારે છોકરે કજીયા કરે છે. માટે મારી નમ્ર વિનંતી છે કે આપ આટલું કરો. આ શબ્દ સાંભળી શેઠાણીએ ખૂબ ક્રોધથી તિરસ્કાર કર્યો તેથી મારી માતા રડતી ઘેર આવી. મેં મારી હઠ ચાલુ રાખી. આથી મારી માતાએ કોલ આવતાં ધક્કો માર્યો ને ઉમરા સાથે માથું કૂટતા લેહીલુહાણ થયે ને કપાળમાં ખાડો પડયો. પણ અંતે તે માતાનું હદય હતું ને ! દુનિયામાં બધું મળે છે પણ માતાને પ્રેમ મળ મુશ્કેલ છે. કહેવત છે ને કે “મા તે મા અને બીજા બધા વગડાના વા”. તેમ મારા માથામાંથી લોહી નીકળ્યું. તરત મારી માતાએ મને ઉંચકી લીધે ને તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આથી મારામાં શૂરાતન આવ્યું કે હું જલદી હોંશિયાર બનું. પછી ભણને અહીં આવતાં મારું ભાગ્ય જાગ્યું ને શૂન્યમાંથી સર્જન કર્યું. ઘાએ મને દાનવમાંથી માનવ અને નરમાંથી નારાયણ બનાવે છે. માટે હું ગરીબની ખૂબ સેવા કરું છું.
દેવાનુપ્રિયે ! તમે સાંભળી ગયા ને કે સંસાર કે સ્વાર્થને ભરેલે છે ! સૌ શ્રીમંતની શરમ ભરે છે ને ગરીબને કેટલાં તરછોડી નાંખે છે ! આનું નામ સંસાર. જ્ઞાની કહે છે કે હે મોહાંધ બનેલા માનવી! જરા સમજ. “સંસારની મેજ એ માત્ર કર્મોની ફોજ”. એ કર્મોની ફેજ જ્યારે તારા ઉપર હલ્લે કરશે ત્યારે તારી કેવી