SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ કે શારા પર સ્થિતિ થશે ! એ ફોજને સામનો કરવાની તારામાં તાકાત છે ? “ના”. તે શું કરશે ? એક વાત છે કે ધર્મની ફોજ એકઠી કરે તે કર્મની ફેજને હઠાવી શકે. કર્મની ફોજને હઠાવી મુક્તની મોજ માણવા માટે જેમણે પ્રબળ પુરૂષાર્થ કર્યો છે તેવા ભગવાન મહાવીરસ્વામીને આજે નિર્વાણ દિન છે. આજે ભરતક્ષેત્રમાં આપણને ભગવાનને વિગ પડે છે. માટે આજે બને તેટલા ત્યાગમાં આવે. ઘણાં દિવસની મહેનતે આજે તમારા ચોપડા ચેખ્ખા કરી નફ તેટાનું સરવૈયું કાઢયું હશે. પણ આત્માનું સરવૈયું કાઢયું છે કે મેં કેટલા સત્કાર્યો કર્યા ? અને સદ્ગુણ અપનાવી દુર્ગુણ દફનાવ્યા ? મારે આત્મા કેટલે પવિત્ર બન્યો ? જુના ચેપડા ચેખ કરીને આજે ઘણું ભાઈ ઓ શારદાપૂજન કરશે. પણ ખરેખર સાચું શારદાપૂજન કર્યું છે તે જાણે છે ? જ્ઞાની કહે છે કે હદય રૂપી ચોપડામાં જિનવાણી રૂપ સરસ્વતી મિયાનાં પૂજન કરે. શારદાપૂજન કરીને તમે ચોપડામાં લખશે કે ધન્ના શાલીભદ્રની ઝધ્ધિ મળજો. પણ કયારે લખ્યું છે કે મને ધન્ના શાલીભદ્ર જે વૈરાગ્ય આવજો ને અભયકુમાર જેવો ત્યાગ આવજે. ખેર, હવે આપણે ચાલુ અધિકાર લઈએ. મલ્લીકુમારીએ જિતશત્રુ પ્રમુખ છ રાજાઓને કહ્યું કે આ પ્રતિમામાં નંખાતે એક કવલ આહાર ગંધાઈ ઉઠયા તે મલ્લીકુમારીનું શરીર તે દારિક છે. તે લોહી, માંસ, ચરબી, પરૂ, મજજા, નસો અને હાડકાનું ભરેલું છે. તે શરીરમાં નવે નવ દ્વારમાંથી અશુચી પુદ્ગલે વહ્યા કરે છે. શરીરને એક પણ ભાગ એ નથી કે જેમાં અશુચીને દુર્ગધ ના હોય. કહ્યું છે કે “હું રાજ વદુ મFિા ” આ શરીર અનેક રોગનું ઘર છે, તેમાં ક્યારે કે રોગ ઉત્પન્ન થાય છે તે કહી શકાતું નથી. (શરીરની અનિત્યતા સમજાવવા પૂ. મહાસતીજીએ અહીં સનતકુમારનું સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું.) માટે “સંમr તુમે તેવાણુfegar! માધુપણુ મોડુ સા, રજ, જિના, મુક, મોવવાદ ” હે દેવાનુપ્રિયા ! તમે મનુષ્યના કામગમાં ફસાશે નહિ. તેમાં રાગ ઉત્પન કરશે નહિ, તેના પ્રત્યે તૃષ્ણા વધારી તેમાં મુગ્ધ બનશે નહિ. કામગને મેહ ભયંકર છે. અનંત સંસારમાં જીવને રઝળાવનાર છે. હજુ આગળ મલ્લીકુમાર શું કહેશે તે વાત અવસરે લઈશું. આજના દિવાળીના દિવસે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પહોંચ્યા હતા. ભગવાનની હયાતીમાં તેમના (૭૦૦) સાતસો શિષ્ય અને ચૌદસો શિષ્યાએ મોક્ષમાં ગયા. એ છે કેવા હળુકમી હશે ! કેવી ઉગ્ર સાધના કરી હશે! મારા બંધુઓ! મુક્તિના મેવા મફત નથી મળતાં. તેના મૂલ્યમાં તપ-ત્યાગ નિયમ વિગેરે ઉગ્ર સાધના કરવી પડશે. (લેખકની નોંધ -પૂ. મહાસતીજીએ ભગવાન નિર્વાણ ખૂબ વિસ્તારથી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy