SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ : * શારદા શિખરે ૯૧૫ પૂર્વક ઉજવે છે. ભૌતિક સુખમાં મસ્ત બનેલાં છે આજના દિવસનું હાઈ સમજતાં નથી, તેથી લૌકિક દિવાળી ઉજવે છે. પણ આજે તે ભગવાનને દિવ્ય સંદેશે સાંભળવા દે, દાન રાજાઓ અને માનવે પાવાપુરીમાં ભગવાન મહાવીરની સન્મુખ આવીને બેસી ગયા હતા. ભગવાન મહાવીરના પરમ ઉપાસક રાજાઓ સંસારી રાજ્ય નહિ પણ આધ્યાત્મિક રાજ્ય મેળવવા તલસતાં હતાં તેથી ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળતાં મેમેખ દષ્ટિથી ભગવાનને જોઈ રહ્યા હતાં. ઈન્દ્રો, દેવે, માન અને રાજાઓ ભગવાનની સામે બેસી એક ચિત્તે ભગવાનની વાણી સાંભળે છે. આ બધું જોઈને હસ્તિપાળ રાજા વિચારે છે કે પરમ પિતા ભગવાન મહાવીરસ્વામી જે મારી પાવાપુરીમાં ચાતું માસ પધાર્યા તે મને તેમના દર્શનને, વાણી સાંભળવાને, વિગેરે અનેક પ્રકારને લાભ મળે. સાથે સાથે દૂરદૂરથી આવેલાં રાજાઓ અને બીજા સેંકડે માનવીઓની સેવાને મને લાભ મળે. પણ આવા મારા વિકીનાથ ભગવાન શું આજને જ દિવસ છે? શું અમારા નાથ અમને છોડીને ચાલ્યા જશે? આ રીતે આજના દિવસે તેમના હૃદયમાં ખૂબ આઘાત હતું. જ્યારે આજનો માનવી ભૌતિક સુખમાં મસ્ત બનીને મોજશેખના વાતાવરણમાં દિવાળીને મહોત્સવ મનાવી લે છે. આજે બહેને રેશમી સાડીઓ અને મોતીના દાગીના પહેરીને શરીરને શોભાવે છે. પણ તેને ખ્યાલ નથી કે આ વો અને દાગીના બનતાં કેટલા છાનું બલિદાન અપાયું છે. બંધુઓ ! ભૌતિક સુખમાં ભૂલો પડેલો માનવ આત્માને સહેજ પણ વિચાર નથી કરતા. ઘણું લેકે દિવાળીના દિવસે માટીના કેડિયામાં દિવડા પ્રગટાવી આનંદ માને છે પણ જ્ઞાની પુરુષે કહે છે કે તમે જ્ઞાન અને દર્શનના દીવડા પ્રગટાવે. ગમે તેટલા ઝંઝાવાત આવશે પણ તે દીપક ઓલવાશે નહિ. તેલ ખૂટશે નહિ ને અંતરરૂપી આધ્યાત્મિક કેડિયું ફૂટશે નહિ. આધ્યાત્મિક દીપકને જલાવવા માટે વિનય-વિવેકની વાટ, ત્યાગનાં તેલ અને જ્ઞાનની જાતિ પ્રગટાવે, આવા દિવડા તમને પ્રકાશ આપશે ને બીજાને પણ પ્રકાશ આપશે, માટે સમ્યકજ્ઞાનની જાત જલાવી વીતરાગ પ્રભુનાં વિરાટ શાસનને પામે અને વાસનાના વાવાઝોડાને વિખેરી આત્માની સાચી દિપાવલી ઉજવવા પુરૂષાર્થ કરો. ખાલી ભેગ વિલાસથી, મજશેખથી કેડિયાનાં દીપક પ્રગટાવી, ફટાકડા ફોડી, દહીંથરા, ઘૂઘરા ને સુંવાળી બનાવીને દિવાળી ઉજવે નહિ પણ ચારિત્રનાં તેજ ઝળકાવીને દિવાળી ઉજવો. કર્મના કીટાણુને દૂર કરવા અહિંસાને દારૂગેળો ફોડો, સંયમનાં શસ્ત્રો સજે, ત્યાગ-વૈરાગ્ય અને બ્રહ્મચર્યરૂપી રંગબેરંગી બરિયા પ્રગટાવે, અજ્ઞાનને અંધકાર ઉલેચવા માટે પવિત્રતાને પ્રકાશ પાથરે, શુદ્ધ ભાવનાના સાથિયા અરે ને રત્નત્રયીની રંગોળી પૂરીને આત્માને ઉજજવળ બનાવે. જે આવી દિવાળી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy