SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર સ્વ મહાન વૈરાગી પૂ. તારાબાઈ મહાસતીજીનું જીવન ચરિત્ર : જેનું જીવન ધૂપસળીની માફક સૌરભ ફેલાવી ગયું છે, ગુલાબના પુષ્પની જેમ મઘમઘતું બન્યું છે, શિષ્યા મંડળમાં જેમનું જીવન તારાની જેમ ચમકતું હતું એવા સ્વ. મહાન વૈરાગી તારાબાઈ મહાસતીજીની આજે સ્વર્ગારોહણ તિથિ છે. આપ સૌ સમજી શકે છે કે તેમનું જીવન કેટલું ઉજજવળ ને ચારિત્રસંપન હશે, એમનામાં કેટલે વિનય – વિવેક અને સગુણેની સુવાસ હશે કે જે શિષ્યા હોવા છતાં જેમની પુણ્યતિથિ તેમના પૂ. ગુરૂણ ઉજવે છે. તેમનામાં રહેલા અખૂટ ગુણનું વર્ણન કરવા માટે તે આપણી પાસે સમય ઓછો છે. પરંતુ તેમના જીવનને બહુ ટૂંક પરિચય આપની પાસે રજુ કરું છું. તેઓશ્રીને જન્મ અમદાવાદ શહેરમાં થયું હતું. તેમના પિતા ઉગરચંદભાઈ અને માતા સમરતબહેન હતા. તેમના લગ્ન ૧૪ વર્ષની ઉંમરે થયેલા. તેમના પતિનું નામ કેશવલાલભાઈ હતું. તે ખૂબ મેટા વહેપારી હતા. તેમને સંસાર ખૂબ સુખી હતા. જે સુખી સંસારમાં દુઃખ કોને કહેવાય તેને પણ ખ્યાલ નહેતે. એ મહાન વૈભવ, સંપત્તિ, સુખ આદિ ગૃહસ્થ સંસાર રીતે ખૂબ હતું. પણ કુદરત માનવીને કયારે કયાં મૂકી દે છે તેની કેઈને ખબર નથી. તે રીતે તેમને ૨૪ વર્ષની ઉંમરમાં એક દુઃખને પહાડ તૂટી પડે તેવું બન્યું. એટલે તેમના પતિનું અચાનક હાર્ટ ફેલ થવાથી દુઃખદ અવસાન થયું. તેથી તેમના માથે ઘર સંસારની બધી જવાબદારી આવી ગઈ. તેમને ચાર દીકરા હતા. આવા પ્રસંગમાં તેમને અમારો (પૂ. શારદાબાઈ મહાસતીજીને) પરિચય થયે. જેમ જેમ તે પરિચયમાં આવતા ગયા તેમ તેમ સંસારની અસારતા સમજાણું, ને તેમને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયે. પુત્રે નાના હોવાથી તેમજ આખા ઘર સંસારની જવાબદારી હોવાથી અનાસકત ભાવે, વૈરાગ્ય રંગે રંગાયેલા તારાબહેનને સંસારમાં ૧૨ વર્ષ પસાર કરવા પડયા. છેવટે એક પુત્રના લગ્ન કર્યા પછી ઘરની જવાબદારી સંભાળે તે પુત્ર તૈયાર થયા બાદ તેમણે સંયમની આજ્ઞા માંગી. આ શબ્દ સાંભળતાં માતાના પ્રેમની ગોદમાં રમતા ચાર પુત્રો ચોધાર આંસુએ રડવા લાગ્યા. બા ! સંસારમાં રહી તું સાધુ જીવન જીવ પણ અમે તને દીક્ષાની આજ્ઞા નહિ આપીએ. “સંયમ લેવા માટે આકરી કસોટીમાં પ્રવેશ” ત્યારે તારાબહેને કહ્યું. દીકરાઓ ! તમે ગમે તેટલું કરશે તે પણ હવે હું એક પળ પણ સંસારમાં નહિ 'કાઉં. મેં મારી જવાબદારી પૂરેપૂરી બજાવી છે. હવે મને મુક્ત કરે. તમારી પાછળ મેં ૧૨ વર્ષો વીતાવ્યા છે. હવે ઘડી પણ રહી શકું તેમ નથી. માટે મને આજ્ઞા આપો. ચારે પુત્રોને ઘણું સમજાવવા છતાં જ્યારે કેઈપણ હિસાબે તેઓ માતૃપ્રેમ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy