________________
૮૪
શારદા શિખર છેડી શક્યા નહિ ને દીકરાઓએ એ મકકમતા બતાવી કે કઈ પણ હિસાબે દીક્ષાની આજ્ઞા આપીશું નહિ. ત્યારે તારાબહેને છેલ્લે નિર્ણય કર્યો કે આ પુત્રોને જે નેહ છે તે છોડવા માટે મારે આકરી કસોટીમાં પ્રવેશ કરીને પણ દીક્ષાની આજ્ઞા મેળવવી છે. તેથી તેમણે ચૌવિહારા ઉપવાસ શરૂ કર્યા. ધગધગતા જેઠ મહિનાના ઉગ્ર તાપમાં માતાના મુખ ઉપર ઉપવાસ જઈ દીકરાઓના હદય હચમચી ગયા. અને કુટુંબીજને તથા સનેહી સંબંધીઓએ તેમને ઉપવાસ છોડવા માટે ઘણે આગ્રહ કર્યો. તેમણે એક નિર્ણય બતાવ્યું કે હવે હું સંયમની આજ્ઞા મેળવીશ પછી જ પારણું કરીશ.
જેને સંયમની લગની લાગી હતી અને જેને એક ચેય છે કે સંસારથી મુક્તિ લઈ હું આત્માની મુકિત ક્યારે મળવું? આ દઢ વૈરાગ્ય જેઈને છેવટે દીકરાઓએ રડતી આંખોએ કહ્યું હે બા ! તે અમારા માટે ઘણું કર્યું છે. અમારી એક ઈચ્છા છે કે તું સંસારમાં રહીને ધર્મધ્યાન કર. અમે તારી કંઈક સેવા કરીને તારા જણથી મુકત બનીએ. જ્યારે તારાબહેન વૈરાગ્યથી સહેજ પણ ચલિત ન થયા ત્યારે ગદ્ગદ્ કંઠે રડતી આંખે દીકરાઓએ આજ્ઞા આપી. તે અમારા પરમ ઉપકારી માતા ! જાઓ. આપ સુખેથી આપની આત્મ સાધના કરો. દીક્ષાની રજા મળતાં તારાબહેનના રેમે રેમે આનંદના કુલડા ખીલી ઉઠયા. અને સંવત ૨૦૧૪ના અષાડ સુદ બીજને દીક્ષા લેવાનો મંગલ દિવસ આવી ગયે.
વૈરાગી સંયમ લેવાના ઉમેદવાર તારાબહેન જ્યારે અષાડ સુદ બીજના દિવસે ઘર છોડી દીક્ષા મંડપમાં આવવા તત્પર બન્યા તે સમયનું છોકરાઓનું જે કરૂણ રૂદન, માતા પ્રત્યેનો નેહ અને દીકરાઓને અંતર આઘાત એ હતું કે જેનારનું હદય પથ્થર જેવું હોય તે પણ પીગળી જાય. દરેકના મુખમાંથી એક શબ્દ સરી પડયા, અહાહા....શું તારાબહેનને દઢ વૈરાગ્ય ! અને તેની સાથે શું દીકરાઓના માતા પ્રત્યે પ્રેમ ! પ્રેમના બંધન તેડી, સ્નેહના સંબંધ તરછોડી, માયાના બંધનને વિખેરી દઢ વૈરાગી તારાબહેન રાગપાશના બંધન રૂપી સંસારને છોડી દીક્ષા મંડપમાં આવ્યા. તે વખતનું દશ્ય એવું કરૂણ બની ગયું કે સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ ને બોલવા લાગ્યા. ધન્ય છે વૈરાગી તારાબહેનને કે પ્રેમના પાશ તેડી વૈરાગ્ય વાટિકામાં વિચરવા આ વૈરાગી આત્માએ પ્રયાણ કર્યું. છોકરાઓનું કરૂણ રૂદન જોઈને બધાની આંખોમાંથી આંસુની ધારા છૂટી. દીક્ષા તે ઘણી થાય છે પણ પુત્રના મેહ છેડી નીકળનાર આત્મા બહુ વિરલ હોય છે. તારાબહેન તારાબાઈ મહાસતીજી બન્યા પછી જ્ઞાન-ધ્યાનમાં ચારિત્રમાં ખૂબ દઢ હતાં. દીક્ષાએ નાના છતાં મેટા જેવી ફરજ બજાવતાં. વૈરાગી બહેનને ભણાવવાનું કામ પતે કરતા, પિતાને એક ધ્યેય હતો કે મારે પંડિત કે વિદ્વાન બનવું નથી પણ મારે બધા