________________
૪
કરીશ. હું કંઈ સામાન્ય સાધુ નથી. લબ્ધિ સપન્ન સાધુ છું. મારી લબ્ધિના ખળથી દેવા પણ મારી સેવા કરે છે. આવા લબ્ધિ સપન્ને ગુરૂની જે સાચા દિલથી સેવા કરે છે તે મનવાંછિત સુખ પામે છે. એટલે રૂક્ષ્મણીએ કહ્યું ગુરૂદેવ! મને ખખર નહિં કે આપ આવા લબ્ધિ સંપન્ન મુનિરાજ છે. મેં આવું કહીને આપની અશાતના કરી છે. તેા મને મારા અપરાધની ક્ષમા આપે.
#
શારદા ખર
રૂક્ષ્મણીએ મુનિને કરેલા પ્રશ્ન ઃ મુનિની ક્ષમા માંગીને રૂક્ષ્મણીએ પૂછ્યું કે મહારાજ ! આપે આટલી નાની ઉંમરમાં શા માટે દીક્ષા લીધી ? આપનાં માતા-પિતા કાણુ છે ને આપનાં ગુરૂ કાણુ છે? જો આપને હરકત ન હાય તા મને કહેા. આ રીતે રૂક્ષ્મણીએ પ્રશ્ન પૂછયા. હવે મુનિ તેના શું જવાખ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. 榮
વ્યાખ્યાન ન ૯૬
આસા વદ ૯ ને શનિવાર
તા. ૧૪-૧૦-૭૬
જો તમારે
અનંત કરૂણાનીધિ સજ્ઞ ભગવંતે કહ્યું છે કે હૈ ભવ્ય જીવા શાશ્વત અને સાચુ' સુખ જોઇતુ. હાય તે પરભાવના ત્યાગ કરી સ્વભાવમાં આવે. સ્વભાવની સાધના કર્યા વિના સ્વાધીન, શાશ્વત અને સ`પૂર્ણ સુખની પ્રાપ્તિ થવાની નથી. વિષયે અને કષાયે એ બધાં પરભાવા છે. વિષયા પ્રત્યેના વિરાગ, ક્ષમા આદિ ભાવામાં રમણતા કરવી તે સ્વભાવ છે. વિષય અને કષાયામાં રમનારેા આત્મા ત્રણ કાળમાં સુખી થઈ શકતા નથી. અને વિષયેા પ્રત્યેના વિરાગી અને ક્ષમાદિ ગુણામાં રમનારા આત્મા દુઃખી ખની શકતા નથી. સ્વભાવમાં રમીએ ત્યાં સુધી સુખ અને સ્વભાવને છેડીને પરભાવમાં રમવા ગયા એટલે દુઃખ વળગ્યું સમજો. માટે જો સુખી થવું હાય તા સ્વભાવમાં સ્થિર બને. સ્વભાવમાં રમણતા શીવસુખના ભેાક્તા મનાવશે. પણ આ જીવડા તે એમ માની બેઠો છે કે ક્રોધ કર્યા વિના કેમ ચાલે ? અમે તે સ'સારી જીવડા છીએ. વહેપારમાં તા એવા કારણેા ઉપસ્થિત થાય કે સ્હેજે ક્રોધ આવી જાય. અમારા મેાભા પ્રમાણે માન ન સચવાય તે અભિમાન આવી જાય ને ! અને વહેપારમાં માયા કર્યા વિના તે ચાલે નહિ. અને લેાલ કર્યા વિના મનગમતા લાભ પણ મળે નહિ, અને વિષયના રાગ વિનાના જીવનમાં આનંદ શુ' ? આ જીવની કેવી અજ્ઞાન દશા છે ! જ્ઞાનીઓ કહે છે કે ખાખરાની ખિસકેાલી સાકરના સ્વાદને શું સમરે ? તેમ પરભાવમાં પાગલ બનેલા પ્રેમીને સ્વભાવના સુખના સ્વાદની શું ખુખર પડે ? બંધુએ ! ક્ષમા, નમ્રતા, સરળતા, સ ંતાષ અને વિષયના ત્યાગમાં સુખ છે છતાં માહાધીન જીવને આ વાત સમજાતી નથી. તેથી ગમે તેટલે ઉપદેશ સાંભળે ગમે