________________
૮૮૨
શારદા શિખર મનમાં ફડકે છે કે આ મને આવી કદરૂપી બનાવીને ચાલે ગયે છે હવે પાછો આવશે કે નહિ ? ભાનુકુમારના લગ્નની ધામધૂમ છે એટલે કદાચ કુષ્ણુજી અહીં પધારશે ને મને આવી જેશે તે શું થશે ? આમ અનેક વિચાર તેના મનમાં થાય છે. આ વાત હવે અહીં રહી હવે રૂક્ષમણી તરફ ધ્યાન દેરીએ.
રૂમણું તે જ્યારથી પ્રદ્યુમ્નકુમારનું અપહરણ થયું ત્યારથી પુત્રના વિયેગમાં શોકમગ્ન રહેતી હતી. ત્રણ ત્રણ ખંડનું રાજ્ય હતું. કૃષ્ણ મહારાજા તેને ખમ્મા ખમ્મા કરતા હતા છતાં પુત્ર વિના તેને બધું શુષ્ક લાગતું હતું. પણ આજે સેળ વર્ષ પૂરા થાય છે એટલે રૂક્ષમણના દિલમાં અવર્ણનીય આનંદ છવાયો છે. અને પ્રદ્યુમ્નકુમારના દિલમાં પણ પિતાની જનેતા માતાનાં દર્શન કરવાની ચટપટી લાગી છે એટલે સત્યભામાને બરાબર બનાવીને ત્યાંથી તરત નીકળી ગયો. અને રૂક્ષ્મણીને એમ છે કે હમણાં મારે પુત્ર આવશે ને હું તેને બાથમાં લઈ ભેટી પડીશ. એ ક્યાંથી આવશે ? એમ અનેક પ્રકારે ખૂબ પ્રેમથી પુત્રને મળવા માટેના વિચાર કરતી મનમાં વિવિધ વિચારે રૂપી પુષ્પોની માળા ગુંથી રહી છે. એના હર્ષને પાર નથી. હર્ષાવેશમાં તે બેલે છે.
સુને સાહેલી આજ મેરા, પ્યારા લાલ આવેગા,
યાદવકુલ શણગાર મદન લખ, નયનાનંદ છાવેગા-શ્રોતા તુમ હે મારી વહાલી સખીઓ ! હે મારી દાસીઓ ! તમે સાંભળે. આજે મારે વહાલસોયે જે સોળસેળ વર્ષોથી મને મૂકીને ચાલ્યા ગયા છે તે પ્રદ્યુમ્નકુમારે જે આખા યાદવકુળમાં ભૂષણ જે શણગાર રૂપ છે તે ભગવાન સીમંધર સ્વામીના વચન મુજબ આવી જશે. એને જોઈને મારી આંખ ઠરી જશે. મારું હૃદય તે હર્ષથી નાચી ઉઠશે. હે સખીઓ! હું શું વાત કરું! આજે મારા હૈયામાં જે આનંદ થાય છે તે અલૌકિક છે. આટલા દિવસથી હું ખાતી હતી, પાણી પીતી હતી પણ ભાવતું ન હતું. પણ આજે તે મને ભોજન અમૃત જેવું મીઠું લાગ્યું. અને આજ સુધી મેં જે આનંદ નથી અનુભવ્યા તે મને આનંદ થાય છે. માટે હે સખીઓ અને દાસીઓ ! તમે કૃષ્ણ પાસે જઈને કહે કે સીમંધર ભગવાનના વચન પ્રમાણે આજે આપણા લાડીલા પ્રદ્યુમ્નકુમાર પધારવાના છે. માટે આપ આખી દ્વારિકા નગરી શણગારે. મંગલ વાજિંત્રે વગડા તેમજ હે સખીઓ ! કુંવારી કન્યાઓના માથે મંગળ કળશ મૂકાવી ઠેરઠેર સાચા મોતીના સાથીયા પૂરાવે. હાથી ઘોડાને શણગારીને ઉભા રાખે. મારે પુત્ર આવે છે માટે હું આવા ઠાઠમાથી સ્વાગત કરું.
બંધુઓ! પુત્રને નીરખવા માટે રૂકમણીના હૈયામાં આનંદને પાર નથી એનું હૈયું હિલોળે ચઢયું છે. અહીં તમારે બધાને સમજવાની જરૂર છે કે સંતાને પ્રત્યે