________________
શારદા વિના અનાજ તે છે કે નહિ? પાકું ન હોય તે કાચું લાવે. એટલે મગ, મઠ, ઘઉં ચોખા, ચણા, બાજર, જવ, ખાંડ, ગોળ, ઘી આ બધું જે હતું તે લાવીને પીરયું તે તે પણ સ્વાહા થઈ ગયું. આ જોઈને બધાને કૂતુહલ થયું. જેવા માટે કેટલું માણસ ભેગું થઈ ગયું. બધા મનમાં વિચાર કરવા લાગ્યા કે નક્કી આ કઈ વિધાધારી માણસ છે. એ જમતું નથી પણ વિદ્યાના બળથી બધું અલેપ કરતે લાગે છે. અગર તે કઈ દેવ લાગે છે. આ મનુષ્યનું કામ નથી. બધું કાચું અનાજ ખલાસ થયું તે પણ એનું પેટ ભરાયું નહિ. એ તો જેરજેરથી બૂમ પાડવા લાગે કે હું તો ભૂખ્યો મરી ગયો. ત્યારે સત્યભામા આદિ યાદવ પત્નીએાએ કહ્યું વિપ્રવર! માફ કરે. હવે તે કાચું ને પાકું બધું ખલાસ થઈ ગયું. ત્યારે બ્રાહ્મણ ખડખડાટ હસીને કહે છે તે સત્યભામા ! સાંભળ.
તું તે ભાનુકુમારની માતા, કૃષ્ણની પટ્ટરાણી અને ઉગ્રસેનરાજાની પુત્રી છે. તું કૃષ્ણની સૌથી મોટી રાણી છે છતાં મેં તારા જેવી લેભણ કેઈ ન જોઈ. મોટી પટ્ટરાણી થઈને તું આવી કંજુસાઈ કરે તે તને શોભતું નથી. હું તે નાનું બાળક કહેવાઉં. પણ તું મારું પેટ ન ભરી શકી તે ભાનુકુમારના લગ્નમાં યાદવેને કેવી રીતે જમાડીશ ! મેં તને પહેલેથી કહ્યું હતું કે મને જમાડ હોય તે પૂરો જમાડ પણ તે તારું વચન પાળ્યું નહિ અને ન તે મારું પૂરું પેટ ભરાયું કે ન તે ઉપવાસ થયે. હવે મારે બીજે ઘેર જમાશે નહિ. તારામાં ત્રેવડ હતી તે મને ના. પાડી દેવી હતી. ત્યારે સત્યભામાએ કહ્યું મહારાજ! મારા ઘરમાં જે હતું તે બધું તમને જમાડી દીધું. હવે શું કરૂં. આપ તે મહાન જ્ઞાની છે તે ક્ષમા કરે. શાંત થાઓ. આમ કહીને તેને માંડમાંડ શાંત કર્યો ત્યાં બીજો બનાવ બન્યો. ભાણ પરથી બ્રાહ્મણ ઉભું થઈને સત્યભામાના મહેલમાં આંટા મારવા લાગ્યા. તે સમયે ત્યાં સત્યભામાની કુજા બેડોળ રૂપવાળી એક દાસી આવી એટલે પ્રધુમ્નકુમારે તેને સ્પર્શ કર્યો તે કુજા દાસી અસરા જેવી રૂપાળી બની ગઈ. એટલે તે દેડતી સત્યભામા પાસે ગઈ. અપ્સરા જેવી સ્ત્રીને જોઈને સત્યભામાએ પૂછયું કે આવી સુંદર સ્ત્રી કેણ છે? ત્યારે દાસીએ કહ્યું કે હું કુજા છું. ત્યારે પૂછે છે કે તારું કુજાપણું કયાં ગયું? તે કહે છે બાઈસાહેબ! આ નાને બ્રાહ્મણ આવ્યું છે તેણે મને આવી રૂપાળી બનાવી દીધી. આ જોઈને સત્યભામાના મનમાં પણ થયું કે નક્કી આ કેઈ ચમત્કારિક પુરૂષ છે. તે હું પણ તેને મારી વાત કરું એટલે હું પણ રૂકમણીથી વધુ રૂપાળી બનું. આમ વિચાર કરીને સત્યભામા પ્રદ્યુમ્નકુમારને એક અલગ રૂમમાં લઈ ગઈ ને આસન પર બેસાડયા. અને તેના પગમાં પડીને મધુર વચનથી બેલી, મહારાજ ! કૃપા કરીને આપ મારું રૂપ વધારી દે. ત્યારે તેણે કહ્યું કે માતા! તું તે ખૂબ રૂપાળી છે. હું તે ગામેગામ ફરું છું. પણ મેં તારા જેવું રૂપ અત્યાર સુધીમાં