________________
સારા હિંડ
૨૭૫
કાઈનું જોયું નથી. એવી તું સૌદયવતી છું. ત્યારે સત્યભામાએ કહ્યું કે તમારી વાત સાચી છે. પણ છું તેનાથી વિશેષ રૂપવંતી મને મનાવા. કારણ કે પહેલા હુ. કૃષ્ણુજીને ખૂબ વહાલી હતી. પણ કૃષ્ણજી રૂક્ષ્મણીને લાવ્યા ત્યારથી એને જ દેખે છે. એ મારી શાક્ય રૂક્ષ્મણીને જ વધુ માન આપે છે. તેા તમે એવું કરે કે કૃષ્ણજી મને દેખે ને એ રૂક્ષ્મણીનું તે નામ જ ન લે.
સત્યભામાની વાત સાંભળીને પ્રદ્યુમ્નકુમારે વિચાર કરવા લાગ્યા કે આને મારી માતા ઉપર કેટલી ઈર્ષ્યા છે! ઠીક, તેને ખરાખર બતાવી દઉં”. તેણે હસીને સત્યભામાને કહ્યું માતા ! તારી જેમ ઈચ્છા હોય તેમ કરૂં. હું તે ખૂખ શક્તિધારી છું. મારા જેટલી દુનિયામાં કેાઈની શક્તિ નથી. હું ધારું તે ચંદ્ર અને સૂર્યને નીચે ઉતારી શકું છું. ને ઈન્દ્રને મારા ઘરનેા મહેમાન બનાવી શકું છું. હું ધારું ઘડીકમાં પાતાળમાં પેસી જાઉંને ક્ષણમાં આકાશમાં ઉડી જાઉ, એવી મારામાં તાકાત છે. વળી જત્ર-મંત્ર બધું જાણું છું. મારા દુશ્મનેાના હું સંહાર કરુ છુ' ને જે મારી ભક્તિ કરે છે તેને સહાય કરું છું, માતા! મારા પ્રત્યે તારી ખૂબ ભક્તિ છે. એટલે હું તારું કામ કરીશ. તું જે તેા ખરી. કૃષ્ણે તને હથેળીમાં નચાવશે. રૂક્ષ્મણી કરતાં તારું હજારગણું માન વધી જશે. પણ એક વાત છે કે હું કહુ તેમ તારે કરવું પડશે. જેમ ખિલાડીને દૂધ આપીને કાઈ લલચાવે ને પછી પકડી લે છે તેમ પ્રદ્યુમ્નકુમારે સત્યભામાને પેાતાની શક્તિની વાતા કરીને ખૂબ લલચાવી એટલે ભેાળી ભામા ભેાળવાઈ ગઈ ને બ્રાહ્મણુને કહેવા લાગી ભાઈ ! જો હુ કૃષ્ણને વહાલી લાગું તેમ થતું હશે તા હું તું જેમ કહેશે તેમ કરવા તૈયાર છું. તું મારા ભાઈ ને હું તારી બહેન છું. વીરા મારી લાજ તારા હાથમાં છે. ત્યારે કહે છે જો બહેન ! એક નિયમ છે કે દુઃખ વેઠયા વિના કદી સુખ મળતું નથી. તે રીતે તારે રૂક્ષ્મણીથી અધિક રૂપાળા ખનવુ હાય ને કૃષ્ણને વશ કરવા હોય તેા એક કામ કર.
મસ્તક મૂડ કે મુંહ કાલારંગજી વજ્ર તું ધાર, મનનિગ્રહી એકાંત બેઠના, સમતા કર સ્વીકાર ૐ હ્રી` રૂં મું સ્વાહા યહ અષ્ટૌત્તરસે વાર, જપે જાપ એકામ ચિત્તસે, રૂપ અનુપમ સાર...શ્રોતા તુમ
તારું માથું મુંડાવી નાંખ અને માઢે કાળા રંગ લગાડી દે અને જુના કાટલા તૂટલા કપડા પહેરી લે. અને આ એકાંત રૂમમાં બેસી એકાગ્ર ચિત્ત કરીને હું એક મંત્ર આપું છું તેના જાપ કર.'' ૐ હ્રીં રૂડમુંડ સ્વાહા.” આ મંત્રનેા તુ અઢાર હજાર વખત જાપ કરજે. તારું મન સ્હેજ પણ અહાર ન જવુ જોઈએ. ખુદ કૃષ્ણજી આવે તા પણ તારે ઉંચું નહિ જોવાનું. જો તારું ચિત્ત સ્હેજ પણ ચંચળ મનશે તે બધુ કામ બગડી જશે.