SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ઘણું રાજા, ઈભ્ય, તલવર વિગેરેની પાસે પોતાનાં દાન, શૌચ ધર્મ વિગેરેની પ્રરૂપણ કરતી ત્યાં રહેવા લાગી. ત્યારબાદ એક દિવસ તે જ્યાં જિતશત્રુ રાજા પોતાના અંતઃપુરની રાણીઓ સાથે બેઠા હતાં ત્યાં ચોક્ષા પરિત્રાજિકા તેની પરિત્રાજિકાઓની સાથે જિતશત્રુ રાજાના મહેલમાં આવી પહોંચી અને તેણે જિતશત્રુ રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા. જિતશત્રુ રાજાએ પણ આ ચોક્ષા પરિત્રાજિકાને ઘણી પરિવાજિકાઓની સાથે આવતી જોઈ ત્યારે સિંહાસનેથી તેઓ ઉભા થઈ ગયા. આગળના રાજા મહારાજાઓ કેઈપણ ધર્મના પ્રચારક સાધુ કે સાધ્વી હોય, પરિત્રાજિકા કે સંન્યાસિની હોય તે, તેનું માન સાચવતાં હતાં. તેને આદર સત્કાર કરતાં હતાં. તે રીતે જિતશત્રુ રાજાએ સિંહાસનેથી ઉભા થઈને ચીક્ષા પરિત્રાજિકાને આદર સત્કાર કર્યો, આદર સત્કાર કરીને તેને બેસવા માટે આસન આપ્યું. મલ્લીકુમારીનાં પૂર્વના છ મિત્રામાં પાંચ મિત્રોને મલીકુમારીના રૂપગુણની પ્રશંસા સાંભળીને તેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થશે. હવે આ છઠ્ઠા રાજા છે. ચક્ષા પરિત્રાજિકા ત્યાં બેસશે ને ત્યાં તેના ધર્મની વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર –પ્રદ્યુમ્નકુમાર જે બાલ બ્રાહ્મણના રૂપમાં સત્યભામાને ઘેર આવ્યો છે તે ત્યાં જમવા બેઠા એટલે તેના ભાણામાં રાઈ પીરસાવા લાગી. બદામ, પીસ્તા, દ્રાક્ષ, ચારોળી આદિ ઉંચી જાતના મેવા પીરસ્યાં. પછી ખાજા, લાડુ, ઘેબર ઘારી, ફેણ, લાપસી, ખીર, દૂધપાક વિગેરે ઘણું જાતનાં પકવાને, પાતરા, ભજીયા. કચેરી વિગેરે ફરસાણ, જાતજાતનાં શાક, ચટણી, દહીં છાશ આદિ અનેક પ્રકારની વાનગીઓ પીરસાઈ ગયા પછી સત્યભામાં કહે છે બ્રાહ્મણે! હવે તમે જમે. બીજા તે બધાં જમે છે પણ પેલે કિશેર બ્રાહ્મણ તે જેવું પીરસાયું તેવું સફાચટ કરી ગયે. પીરસનારને પીરસતાં વાર લાગે પણ એને ખાતાં વાર ન લાગી. જેમ સૂકું ઘાસ અગ્નિમાં નાંખવામાં આવે કે તરત બળી જાય છે તેમ એના ભાણુમાં નવું નવું ભોજન પીરસાય છે ને તરત ખતમ થઈ જાય છે. લાઓ જલદી લાઓ, કર્યો અબ દેર લગાઈ, લગી જેરકી ભૂખ પુણ્યાત્મા, ઝટપટ દેએ બૂઝાઈ લાવે, લાવે જલ્દી લાવે. તમને પીરસતા પણ કેટલી વાર લાગે છે? મને તે કકડીને ભૂખ લાગી છે તે મટાડવા જલદી મીઠાઈ લાવે. અહીં તે જેટલું પીરસે તેટલું સ્વાહા થઈ જાય છે. સત્યભામાને ઘેર ભાનુકુમારના લગ્ન માટે જે મીઠાઈ, હલવા, સુખડી બધું બનાવ્યું હતું તે ખલાસ થઈ ગયું. એક કણ પણ ન રહ્યો. છતાં એ તે લાવ લાવની બૂમ પાડવા લાગે. (હસાહસ) આ જોઈ લેકે આશ્ચર્ય પામી ગયા કે આ શું? આટલી બધી રઈને મીઠાઈ ગઈ કયાં? ત્યાં બૂમ પડી કે લા–લાવે. સત્યભામા તે મૂંઝાઈ ગઈ. હવે બધું ખલાસ થઈ ગયું. ત્યારે બ્રાહ્મણ કહે છે કે તમારા કેડારમાં કાચું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy