________________
re
શારદા શિખર
પામે છે. શબ્દમાં અતૃપ્ત રહેતા મનુષ્ય હરણની માફક મુગ્ધ થઈને મૃત્યુ પામે છે. હરણેાને પકડનારા શિકારીઓ જંગલમાં જઇ વીણા વગાડે છે. એના મધુર નાદથી આકર્ષાઈ મૃગ સાંભળવામાં તલ્લીન બની જાય છે. ત્યારે શિકારી તેને પકડી લે છે. પત'ગિયાને દિપકના પ્રકાશ અત્યંત પ્રિય હાય છે. તેથી તે દિપક ઉપર આંટા માર્યા કરે છે. પરિણામે તેમાં પડીને મરણ પામે છે. ભ્રમરાની ઘાણેન્દ્રિય બહુ તેજ હાય છે એટલે તે કમળ પુષ્પની સુગંધથી આકર્ષાઈને સુગ ંધમાં મસ્ત અનેં છે. કવિએ કહ્યું છે કે
रात्रिर्गमिष्यति, भविष्यति सुप्रभातम् भास्वान् उदेष्यति हसिस्यति पङ्गजश्री । एवं विचिन्तयति केाषगते द्विरेके, हा हन्त । हुन्त नलिनी गज उज्जहार ॥
ઘાણેન્દ્રિયને વશ થઈ કમળ પુષ્પમાં પૂરાઈ ગયેલે ભ્રમર વિચાર કરે છે કે રાત્રિ પૂરી થશે ને પ્રભાત થશે ત્યારે સૂર્યોદય થતાં કમળ ખીલશે એટલે હુ આનદથી ઉડી જઈશ. પણ અફસોસની વાત છે કે સૂચય થતાં પહેલાં હાથી ત્યાં આવીને તળાવમાં રહેલા કમળની દાંડીને સૂઢ વડે ઉખાડીને કમળ સહિત ખાઇ જાય છે. એટલે સૂર્યોદય પણ થયા નહિ ને ભ્રમર પણ ખચ્યા નહિ.
બંધુઓ ! ભ્રમર પાતાની શક્તિથી લાકડાને કારે છે પણ કમળની કામળ પાંખડીને વીંધી શકતા નથી. તેનું કારણ શું ? ભ્રમરને કમળ પ્રત્યે અત્યંત આસક્તિ ડાય છે. તેથી તેને છેદીને બહાર નીકળી શકતા નથી. આવી રીતે આપણા આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તે શક્તિ દ્વારા સંપૂર્ણ કર્મોને ક્ષય કરી આત્મામાક્ષમાં જઈ શકે છે, પણ ધન, વૈભવ અને કુટુંબ પરિવારના માહમાં મસ્ત બનેલે જીવ ધર્મારાધના કરતા નથી ને કર્મોને ખપાવી શકતા નથી. પરિણામે મોક્ષમાં જવાનો તેના મનેરથ મનમાં રહી જાય છે ને કાળના કાળિચે ખનીને જીવ દ્રુતિમાં ચાહ્યા જાય છે.
પાંચ ઈન્દ્રિઓના વિષયેાને વશ થયેલાં જીવાની કેવી દશા થાય છે તે વાત આપણે ચાલે છે. તેમાં ભ્રમર ઘાઘેન્દ્રિયને વશ થઈ ને મરણને શરણ થાય છે. માછલી રસેન્દ્રિયને વશ થઈને મરણ પામે છે. પાંચમી સ્પર્શેન્દ્રિય છે. માટેા વિશાળકાય હાથી તેને વશ થઈને મરણના મુખમાં ધકેલાઈ જાય છે. ટૂંકમાં આ પાંચ ઈન્દ્રિઓના નિષયનું દૃષ્ટાંત આપીને મારે તમને એ સમજાવવું છે કે જેવી રીતે હરણ, પતંગિયું, ભ્રમર, માછલી અને હાથી વિગેરે પ્રાણીઓ એકેક ઇન્દ્રિયને વશ થઈ તેમાં આસક્ત બન્યા તે તેમનાં પ્રાણ ગુમાવવાના વખત આળ્યે, તા જીવાત્મા જે પાંચ ઇન્દ્રિઓના વિષયને આધીન બનશે તે તેનું શું થશે ? ને કેટલાં જન્મ-મરણુ કરવા પડશે તેના વિચાર કરે. જો તમારે જન્મ મરણનાં ક્રા જલ્દી ટાળવા હાય