SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તે આશ્રવ છેડીને સંવરમાં આવે. આશ્રવને નદીની ઉપમા પણ આપવામાં આવી છે. નદી પૂર જોશમાં રહે છે ત્યારે ગામનાં ગામ ખેંચી જાય છે. તેમ આશ્રવ રૂપી નદીમાં અનંત શક્તિવાન પરમ તિરૂવરૂપ આત્માના ઉત્તમ ગુણે તણાઈ જાય છે. અને આત્મા કર્મના કાદવથી ખરડાયેલું રહે છે. તેથી તેને સંવર અને નિર્જરાને સાચો માર્ગ દેખાતું નથી. જેમને આત્મા પવિત્ર છે તેવા મલ્લીકુમારી પાસે ચક્ષા નામની પરિત્રાજિકાએ આવીને દાનધર્મ, શાચધર્મ વિગેરેની વ્યાખ્યા કરી. તપ જ શા મા વિહરાયવર ના જોરણ પવૅ વયા તુજ ચરણે! Éિ મૂપ ધ પૂજ? ચક્ષા પરિત્રાજિકાએ તેના ધર્મની વ્યાખ્યા કરી ત્યારે વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા મલીકુમારીએ તેને આ પ્રમાણે પૂછયું હે ચક્ષા ! તમારા ધર્મનું મૂળ શું કહેલું છે ? એટલે કે તમે શેમાં ધર્મ માને છે? આ પ્રમાણે મલ્લકુમારીએ પૂછયું ત્યારે ચક્ષા પરિત્રાજિકાએ તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! અમારે શૌચ મૂલ ધર્મ કહે છે. અમારી ગમે તે વસ્તુ જ્યારે અશુચિ અપવિત્ર થઈ જાય ત્યારે અમે તેને પાણી અને માટી વડે પવિત્ર-શુદ્ધ કરીએ છીએ, આ રીતે અમે પાણીમાં નાન કરીને પવિત્ર બનીને નિર્વિન રૂપે જલદી સ્વર્ગમાં પહોંચી જઈએ છીએ, બંધુઓ! પાપ કરીને કઈ એમ માને કે ગંગામાં સ્નાન કરવાથી પાપ દેવાઈ જાય તે શું આ વાત તમને ગળે ઉતરે છે? સમજે. આત્માને સ્વચ્છ બનાવે હોય તે તપ-ત્યાગ અને સંવરના ઘરમાં આવવું જોઈશે. પણ આજના જેની શ્રદ્ધા કાચી છે. શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરે છે તે કટીમાંથી પાર ઉતરે છે. કવિએ કહેલ એક રૂપક છે. એક વખત કૃષ્ણ વાસુદેવને વિચાર થયે કે મને બધા ખમ્મા ખમ્મા કરે છે. હું બધાને વહાલું છું તેમ બતાવે છે તે હું મારી રાણીઓ સહિત બધાની પરીક્ષા કરું તે મને ખબર પડે કે હું બધાને કે વહાલું છું. આમ વિચાર કરી માથું દબાવીને કૃષ્ણજી પલંગમાં સૂઈ ગયા. આ વખતે નારદજી ફરતાં ફરતાં કૃષ્ણજીનાં મહેલે પહોંચી ગયા. કૃષ્ણજીને ગમગીન બનીને પલંગમાં સૂતેલાં જઈને પૂછયું કે આજે કેમ ઢીલા છે? ત્યારે કૃષ્ણ કહ્યું. ઋષિશ્વર ! મારું માથું દુખે છે. નારદજી કહે તમારા માટે જોઈએ તેટલા ડોકટરે છે. કૃષ્ણજી કહે બધું કર્યું પણ મને મટતું નથી. ફકત એક ઉપાય છે કે કેઈ ચરણરજ આપે તે મારું માથું મટે પણ ચરણરજ આપનાર નરકે જશે. નારદજી કૃષ્ણ પાસેથી રૂકમણીનાં મહેલે આવ્યાં. રૂક્ષમણીએ તેમને આદર સત્કાર કર્યો ને હાથ જોડીને ઉભી રહી. ત્યારે નારદજીએ કહ્યું રૂકમણી ! કૃણુજીને માથાની સખ્ત વેદના ઉપડી છે. ઘણાં ઉપચાર કર્યા પણ મટતી નથી. આ સાંભળી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy