________________
કરે
દિશા વિના માંગી, અને પિતાની માતાને તેડાવીને આનંદથી રહેવા લાગ્યા. ટૂંકમાં આપણે આ દષ્ટાંતથી એ સાર ગ્રહણ કરે છે કે આ સંસાર કે સ્વાર્થ ય છેઆવા દાખલા તમે ઘણું સાંભળ્યા ને નજર સમક્ષ જોયા. માટે હવે સમજીને વીતરાગ વાણી ઉપર શ્રધ્ધા કરો.
પંચાલ દેશમાં કાંપિલ્યપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા છે. તેને ધારિણી પ્રમુખ એક હજાર રાણીઓ છે. તે રાજા નીતિ પૂર્વક રાજ્ય ચલાવે છે. હવે આ વાત અહીં અટકે છે. આ રાજા મલ્લીકુમારીને કેવી રીતે જાણશે તે પછી આવશે. તેમને મલ્લીકુમારીને પરિચય આપનાર કોણ છે તેની વાત ચાલે છે, तत्थ ण मिहिलाए चोक्खा नामं परिव्वाइयारिउव्वेय जाव परिणिठिया योवि होत्था।" તે મિથિલા નગરીમાં ત્રદ આદિ ચારે ય વેદોને તેમજ સ્મૃતિ તથા ષષ્ટિતંત્ર વિગેરે શાઓને જાણનારી ચોક્ષા નામે એક પરિત્રાજિકા રહેતી હતી. આ પરિવારિકા તેના ધર્મનાં ચાર વેદ આદિ દરેક શાસ્ત્રોના અર્થ કરવામાં નિપુણ હતી. - આ ચોક્ષા પરિત્રાજિકા મિથિલા નગરીમાં પિતાના ધર્મનો ખૂબ પ્રચાર કરતી હતી તે ઘણું રાજેશ્વર, તલવર, કૌટુંબિક, માંડલિક, શ્રેષ્ઠી, સાર્થવાહ, વિગેરેની સાથે દાન ધર્મ, શૌચ ધર્મ, અને તીર્થસ્થાન વિષે ધર્મ ચર્ચા કરતી હતી. અને તેમને તે સારી રીતે શૌચ વિગેરે ધર્મોને તેમનાં શાસ્ત્રોક્ત વિધિથી ભેદ પાડીને સમજાવતી હતી. અને શાચ વિગેરે ધર્મોના નિયમોને પિતે જાતે આચરીને તેને પ્રત્યક્ષ રૂપે દેખાવ કરતી હતી. શૌચ એટલે શુધિ કરવી. એ લકે ઠંડીલ જઈને આવે તે સ્નાન કરે. જ્યાં બેસે ત્યાં જમીનને પાણીથી સાફ કરીને બેસે. કેઈ માણસને અડી જવાય તે સ્નાન કરીને કપડા ધોઈ નાંખે. આજે તેમને શૌચ ધર્મ હોય છે. આપણાં ધર્મમાં આવી શુધ્ધિને બાહ્યશુદ્ધિ કહેવામાં આવે છે. આવી બાધિ ગમે તેટલી કરે પણ જ્યાં સુધી રાગ-દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા વિગેરેના કચરાને સાફ કરીને આત્મશુધિ કરવામાં નહિ આવે ત્યાં સુધી આત્મા ઉજવળ પવિત્ર બનવાનું નથી. આ ચોક્ષા પરિત્રાજિકા તેના ધર્મને પૂરજોશમાં પ્રચાર કરે છે.
આ જ મિથિલા નગરીમાં ભાવિમાં ભગવાન બનનાર મલલીકુમારી બિરાજે છે. પણ તીર્થંકર પ્રભુ કેઈની સાથે સામેથી વાદ વિવાદ કરવા જાય નહિ. જે કંઈ તેમને પૂછે તે સાચી વાત સમજાવે. પણ આ ચક્ષા પરિત્રાજિકાને તેના ધર્મને
મંડ હતે. એને કઈ બોલાવે કે ન બેલાવે પણ સામેથી તેને ત્યાં જઈ ધર્મને પ્રચાર કરતી હતી. તેણે આખી મિથિલા નગરીમાં ખૂબ પ્રચાર કર્યો.
એક દિવસ તે ચેક્ષા પરિત્રાજિકા પિતાના ત્રિદંડ, કમંડલ તેમજ ગેરુથી રંગેલા વો ગ્રહણ કરીને પરિત્રાજિકાના મઠમાંથી બહાર નીકળી અને કેટલીક પરિત્રાજિકાઓની