________________
રાશિ દાર સાથે મિથિલા નગરીની વચ્ચે થઈને જ્યાં કુંભકરાજાને મહેલ હતા ત્યાં, જ્યાં કન્યાઓનું અંતઃપુર હતું અને જ્યાં “વ મી વિધવા તન્યા વ હવાતિ ” મલ્લી નામની વિદેહ રાજાની શ્રેષ્ઠ કન્યા હતી ત્યાં આવી. ત્યાં આવીને તેણે ભૂમિ ઉપર પાણીનાં છાંટા નાંખ્યા અને તેના ઉપર દર્ભ પાથર્યો ને તેના ઉપર આસન મૂકીને બેઠી. બેસીને મલીકુમારી પાસે દાન, શૌચ વિગેરે ધર્મને ઉપદેશ આપવા લાગી.
આ ચક્ષા પરિત્રાજિકા મનમાં એમ સમજતી હતી કે મારા જેટલું કેઈ આ મિથિલા નગરીમાં જ્ઞાની નથી. પણ એને ખબર નથી કે જેની સામે હું દાન, શાચ વિગેરે ધર્મને ઉપદેશ કરી રહી છું તે કોણ છે? મલ્લીકુમારી તે માતાના ગર્ભમાંથી ત્રણ જ્ઞાન લઈને આવેલાં છે છતાં તેમનામાં ગંભીરતા કેટલી છે! “અધૂરો ઘડો છલકાય, ભરેલાં કદી છલકાય નહિ.” મલ્લીકુમારી એક શબ્દ બોલતાં નથી. ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે. પરિત્રાજિકા તેને ઉપદેશ આપે છે. તેની વાત પૂરી થયા પછી મલી મારી ચક્ષા પરિવારિકાને પ્રશ્ન પૂછશે ને ચક્ષા તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : પ્રદ્યુમ્નકુમાર દ્વારિકાની બજારમાં ગયા. ત્યાં જઈને દુકાનવાળાની પાસે વસ્તુ માંગે. વહેપારી ન આપે તે તે વસ્તુનું રૂપ વિપરીત બનાવવા લાગ્યા. આગળ જતાં હાથી જોયા. હાથીવાળા પાસે હાથી માં તે તેણે ન આપે એટલે હાથીને પાડો બનાવી દીધે, ને જ્યાં પાડા બાંધેલા હતાં તેનાં હાથી બની ગયા. ઉંટના બાકડા અને બેકડાના ઉંટ બનાવી દીધા. (હસાહસ) ત્યાંથી આગળ ચાલ્યો તે અનાજની દુકાને આવી. તેણે વહેપારી પાસે પાંચ શેર અનાજ માંગ્યું તે ન આપ્યું એટલે ચોખાની કેદરી બનાવી દીધી ને કેટરીનાં ચેખા બનાવ્યાં. મીઠાના ઢગલાં સાકરનાં બની ગયા ને સાકરના ઢગલાં મીઠાના બનાવ્યાં. કસ્તુરીની હીંગ અને હીંગની કસ્તુરી બનાવી દીધી. પિત્તળનું સેનું ને સોનાનું પિત્તળ, રતનના કાંકરા અને કાંકરાનાં ઝગમગતાં રત્ન બની ગયા. ઘીનાં ડબ્બા હતાં તે તેલના બનાવ્યાં ને તેલનાં ડબ્બા હતાં તે ઘીનાં બનાવ્યાં. કાપડ બજારમાં ગમે ત્યાં પણ ઝરીનાં વસ્ત્રો હતાં તે જુનાં ભિખારી પહેરે તેવાં બનાવી દીધા ને ભિખારાના અંગ પર ફાટેલા કપડાને બદલે ઝરીવાળાં કપડાં બની ગયા. આ રીતે પ્રદ્યુમ્નકુમારે દ્વારકા નગરીમાં કંઈક ઉથલપાથલ મચાવી દીધી. ઘરાક ઘી લેવા આવે ને આપવા જાય તે તેલ નીકળે. ચોખા દેવા જાય તે કેદરી મળે ને સાકરને બદલે મીઠું મળે. આ બધી ઉથલપાથલ થવાથી વહેપારી કે ખૂબ અકળાઈ ગયાં. હવે આપણે શું કરવું? બધી ચીજોમાં ફેરફાર થઈ ગયું છે. નક્કી આપણી નગરીમાં કઈ માટે જાદુગર આબે લાગે છે. હવે તે કૃષ્ણ મહારાજાને ફરિયાદ કરે. કૃષ્ણના કાને બૂમ આવી