________________
વ્યાખ્યાન ન. ૯૧ આ સુદ ૧૫ ને ગુરૂવાર
તા. ૭-૧૦સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
સ્વાદુવાદના સર્જક, એકાંતવાદના ભંજક અને કેવળજ્ઞાનની જોત પ્રગટાવનાર વીતરાગ ભગવંતે એ જગતનાં જીવના ઉધ્ધાર માટે આગમ પ્રરૂપ્યા. આગમમાં ભગવંતેએ કહ્યું છે કે હે જીવ! તને મહાન પુણ્યદયે માનવભવની પ્રાપ્તિ થઈ છે. તે તું તપ, સંયમ, વ્રત-નિયમ દ્વારા આત્માની સાધના કરી લે.
આજે શરદપૂર્ણિમાનો દિવસ છે. આ પૂર્ણિમાને માણેકઠારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. બધી પૂર્ણિમા કરતાં આ પૂર્ણિમાની વિશેષતા છે, શરદપૂર્ણિમાને ચંદ્ર સોળે કળાએ ખીલે છે ને આ અવની ઉપર પ્રકાશ પાથરે છે. કંઈક લોકે આજે ઉત્સવ મનાવે છે. આપણને મહાન પુણ્યોદયે શરદપૂર્ણિમા સમાન માનવભવ મળ્યો છે તે તેમાંથી આધિ, વ્યાધિ અને ઉપાધિ તથા કષાય રૂપી ગરમીને દૂર કરી શીતળતા સૌમ્યતા પ્રાપ્ત કરે. મિથ્યાત્વ અને અજ્ઞાનનાં તિમિર ટાળી કેવળજ્ઞાનના પ્રકાશ વડે ત્રણે લેકને પ્રકાશિત કરીએ તે પુરુષાર્થ કરવું જોઈએ. તે આપણે આત્મા શરદપૂર્ણિમાના ચંદ્રની માફક સોળે કળાએ ખીલી ઉઠશે. શરદપૂર્ણિમાને ચંદ્ર તે આ લેકમાં પ્રકાશ કરે છે પણ કેવળજ્ઞાનને ચંદ્ર ત્રણે લેકમાં પ્રકાશ કરે છે. તે અલૌકીક શીતળતા આપે છે. પણ આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ માનવભવમાં જીવે ભગીરથ પુરૂષાર્થ કરે પડશે. જુઓ, એક ન્યાય આપું.
જંગલમાંથી રાવણ સીતાજીને ઉઠાવી ગયો ત્યારે રાવણ પાસેથી સીતાજીને પાછા લાવતાં રામને કેટલે પુરૂષાર્થ કરે પડે? મેટે સમુદ્ર ઓળંગી કેટલી મુશ્કેલી વેઠી લંકામાં જવું પડયું, માટે સંગ્રામ ખેડવું પડે તેમ મોહરૂપી રાવણ આપણી આત્મલક્ષમી રૂપી સીતાનું હરણ કરી ગયા છે તે તેની પાસેથી પાછી મેળવવા માટે આપણે પુરૂષાર્થની જરૂર ખરી કે નહિ ? આઠ કર્મમાં મોહનીય કર્મ બળવાન સેનાપતિ છે. માટે સર્વ પ્રથમ તેને જીતવાની જરૂર છે. દશા શ્રુતસ્કંધમાં કહ્યું છે કે
“નવ નિતે, વહાં સેવિ પાસ .
एवं कम्माणि णस्संति, मोहणिज्जं खयंगए ॥" જેમ સેનાપતિ મરાઈ જાય તે સારી સેના ભાગી જાય છે તેવી રીતે મોહને ક્ષય થતાં બીજા કર્મો નાશ થઈ જાય છે. પણ એક વખત મોહ ઉપર વિજય મેળવવા