________________
દિશા જિંગા વૃધ્ધ સોદાગરના આવા અપમાન જનક શબ્દો સાંભળીને ભાનુકુમારે ગુસ્સે થઈને કહ્યું-અરે ડોસા ! જરા વિચાર કરીને બેલ શું બકબક કરે છે? જે ચઢે છે તે પડે છે. તારા જેવા મૂખને તે ચડવાનું નથી ને પડવાનું નથી. છતાં જે તને અભિમાન હોય તે તું ઘેડા ઉપર ચઢીને તારી કળા મને બતાવ. ત્યારે સોદાગરે કહ્યું અરે ભાઈ! જે મારાથી ચઢી શકાતું હોત તો હું આ પાણીદાર ઘેડો શા માટે વેચત? છતાં એક વાત છે. મને જે કઈ ઘેડા ઉપર ચઢાવી દે તે હું તને બતાવી દઉં કે તને ઘડે ખેલાવતાં આવડે છે કે મને ? ત્યારે ભાનુકુમારે કહ્યું–આ ડોસાને પાંચ સાત જણ ઉંચકીને ઘેડા પર ચઢાવી દે.
ભાનુના કહેવાથી પાંચ સાત સુભટેએ વૃધ્ધને ઘોડા ઉપર ચઢાવવા ઉંચો. પણ એ તે અધવચથી નીચે પડી ગયો, ને રડવા લાગ્યો કે અરેરે...તમે મને બરાબર પકડ નહિ તેથી હું પડી ગયે પણ હજુ મને ઘોડા ઉપર બેસાડી દે. તે હું મારી કળા તમને બતાવું. એટલે બધાએ તેને ફરીથી ઉંચયે તે ફરીથી તે નીચે ગબડી પડશે. કેટલા સુભટોને પણ લાગ્યું, તે નહિ જોતાં વૃધ્ધ બે હે ભાનુકુમાર ! આ તમારા સુભટે પણ તમારા જેવાં છે. તમે એમને ખવડાવીને ફક્ત તગડા કર્યા. આટલા બધા ભેગા થઈને મને ઉંચકી શકતા નથી તે યુધ્ધમાં શું લીલું કરવાના છે? (હસાહસ). જો તમારામાં પાણી હોય તે હજુ પણ કહું છું કે મને ઘોડા પર ચઢાવી દે, ત્રીજી વખત એને ઉંચકે તે પણ જમીન પર ગબડી પડે. તેના ભેગાં બધા સુભટે પણ પડી ગયાં ને કેઈનાં માથા ફૂટી ગયા. કેઈના હાથ–પગ ભાંગી ગયા, કેઈના દાંત તૂટી ગયા ત્યારે ભાનુકુમાર ત્યાં ઉભો હતે. એ લાગ જોઈને તેને નીચે પછાડી તેની છાતી પર પગ મૂકીને વૃધ ઘેડ પર ચઢી ગયે, અને થોડી વાર બધાની નજર સમક્ષ ઘેડાને ખૂબ વેગથી ચલાવીને બધાંને આશ્ચર્યચક્તિ કરી દીધાં.
ઘડે ચલાવવાની કળા જોઈને બધા રાજકુમારે ખુશ થઈ ગયાં. અહે! શું આની કળા છે. ભાનુકુમાર તે પડી ગયું હતું. બધાં તેની પ્રશંસા કરી રહ્યા હતાં ત્યાં બધાની વચમાં વિદ્યાના બળથી અશ્વસહિત તે આકાશમાં ઉડી ગયા ને અદશ્ય થઈ ગયે. બધાં કહેવા લાગ્યાં આ શું ? શું આ કેઈ દેવ, યક્ષ કે કિન્નર હશે ? કઈ જબર શક્તિધારી પુરૂષ હવે જોઈએ. આમ અનેક પ્રકારનાં તર્ક-વિતર્ક કરવા લાગ્યા. હવે પ્રદ્યુમ્નકુમાર દ્વારકા નગરીમાં આગળ કયાં જશે ને શું નવાજુની કરશે તેના ભાવ અવસરે.