________________
શિરા શિખર વાત શું કરવી? એના ગુણ ગાતાં અમારી જિંદગી પૂરી થઈ જાય તે પણ એનાં ગુણ પૂરાં ન થાય. અને એના રૂપની તે વાત પૂછે મા. એ મલીકુમારી જેવી તે કઈ દેવકન્યા, ગંધર્વકન્યા, અસુરકન્યા, નાગકન્યા કે યક્ષકન્યા પણ નથી. ટૂંકમાં મલ્લીકુમારી જેવી કન્યા કયાંય નથી. આ પ્રમાણે મલીકુમારીનાં રૂપ, ગુણની પ્રશંસા સાંભળીને શંખરાજાને તેના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયા અને મનમાં વિચાર કર્યો કે આવી રાણી જે મારા અંતેઉરમાં હોય તે મારું અંતેઉર શોભી ઉઠે. આકાશમાં કરડે તારા હેય પણ ચંદ્ર ન હોય તે તારાની કેઈ શોભા નથી, તેમ મારા અંતેઉરમાં ગમે તેટલી રાણીઓ ભલે હોય પણ મલ્લીકુમારી જેવા ના હોય તે મારી શોભા નથી. શંખરાજાને મલ્લીકુમારી પ્રત્યે અનુરાગ થયે, ને તેને પરણવાની અભિલાષા જાગી. હવે તે રાજા દૂતને મિથિલા નગરી મોકલશે ને શું બનશે તેને ભાવ અવસરે.
ચરિત્ર – પ્રદ્યુમ્નકુમાર દ્વારિકા નગરીમાં આવ્યા. અમરાપુરી જેવી સુંદર દ્વારિકા નગરી જેવાનું મન થયું. એટલે નારદજીને કહ્યું. ઋષિશ્વર ! આપ વિમાનમાં બેસો. હું મારા પિતાજીની નગરી જોઈને હમણાં આવું છું. ત્યારે નારદજીએ કહ્યું કે હવે તે તારે દ્વારિકા નગરીમાં રહેવાનું છે. એટલે તે નિરાંતે દ્વારિકા નગરી જોજે. પણ હમણાં તે તારી માતા તારા માટે ઝૂરે છે માટે તેને આનંદ કરાવ. જેથી તેનું મન શાંત થાય. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે હું મારા માતા પિતાને મળ્યા પછી તે તેમના મેહમાં પડી જઈશ. એટલે સારી રીતે આખી દ્વારિકા નગરી જોઈ શકીશ નહિ. માટે મને અત્યારે જોઈ લેવા દો. મારી માતાએ સોળ વર્ષ સુધી મારે વિયેગ સહન કર્યો છે તે છેડો વધારે સહન કરશે. પછી નિરાંતે માતાને મળીશ. આમ કહી નારદજીની આજ્ઞા મેળવીને પ્રધુમ્નકુમાર નારદજી અને ઉદધિકુમારીને મૂકીને વિમાનમાંથી ઉતરીને દ્વારિકા નગરી જેવા ચાલ્યો.
દ્વારિકા નગરીમાં પ્રવેશતાં પ્રધુમ્નકુમારે ભાનુકુમારને પિતાની શક્તિને આપેલ પરિચય –પ્રધુમ્નકુમારે નારદજીને નમસ્કાર કરી વિમાનમાંથી ઉતરીને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં સર્વપ્રથમ તેણે શું જોયું? સૌથી પ્રથમ ખેલવા માટે જઈ રહેલાં ભાનુકુમારને જે ભાનુકુમાર ખૂબ તેજસ્વી હતા. તેને કંઈક સેવકએ છત્ર ધર્યું છે, તે કેઈ ચામર વીંઝે છે. આવા તેજસ્વી કુમારને જોઈને પ્રદ્યુમ્નકુમાર વિચાર કરે છે કે શું આ કૃષ્ણજી તે નહિ હેય ને? કે બીજે કે રાજકુમાર હશે? આ પ્રમાણે મનમાં બે એટલે તેની વિદ્યાએ કહ્યું, કે આ કૃષ્ણજી નથી પણ આપની અપરમાતા સત્યભામાને આ સૂર્ય સમાન તેજસ્વી ભાનુકુમાર નામે પુત્ર છે. તેને ઘડો ખેલાવવાને ખૂબ શોખ છે. એને તમે તમારું પરાક્રમ બતાવે, કે જે સાંભળીને તમારી માતાને આનંદ થાય. પ્રદ્યુમ્નકુમારને વિદ્યાની વાત સાંભળીને તાન ચઢયું. અને તેણે વિદ્યાના બળથી એક સુંદર અને વેગવાન ઘડે બનાવ્યું. અને પોતે વૃધ સી વર્ષના ડોસા જેવો બન્યા. થર થર ધ્રુજતા