________________
શારદા શિખર જલાવ્યા? આ વખતે એક ડાહ્યો માણસ ત્યાં આવીને કહે છે ભાઈ! રાજાની રાણીને ઠંડી લાગી. એણે ઠંડી ઉડાડવા માટે તમારા ઝુંપડા જલાવી દીધા છે. આમ રડીને શું કરશે? આપણાં રાજા ખૂબ ન્યાયી છે. તેમની પાસે જઈને ફરીયાદ કરે તે કંઈક ઉપાય થશે.
ઝુંપડવાસીઓ ભેગા થઈને કરૂણ સ્વરે રૂદન કરતાં રાજમહેલ પાસે આવ્યા. રૂદન સાંભળીને રાજાએ પૂછયું કે મારી નગરીમાં કેણુ દુઃખી છે કે આટલું બધું રૂદન કરે છે? ત્યાં તે મોટું ટેળું રાજા પાસે આવ્યું. એટલે રાજાએ પૂછયું કે મારા પ્રજાજનો ! મારા રાજ્યમાં તમને શું દુખ પડયું ? તમે શા માટે રડો છે? ત્યારે ગરીબો કહે છે બાપુ! અમારા ઝુંપડા જલી ગયા ને અમે ઘર વિનાનાં નિરાધાર બની ગયા. રાજાએ પૂછયું- તમારા ઝુંપડા કેવી રીતે બન્યા? ત્યારે ગરીબ કહે છે આપના રાણીસાહેબ નદીમાં સ્નાન કરવા ગયા હતા. એમને ઠંડી લાગી. તેથી એમણે ઠંડી ઉડાવવા અમારા ઝુંપડાની તાપણી કરી. અમે બધા બેહાલ બની ગયા. હવે અમે ક્યાં જઈને રહીએ? કેશલનરેશ ખૂબ ન્યાયી અને પ્રમાણિક રાજા હતાં, તેમને ત્યાં ગરીબ હોય કે શ્રીમંત હય, સૌને સમાન ન્યાય મળતું હતે. ગરીબની બધી વાત સાંભળી રાજાનું હૃદય દ્રવી ઉઠયું. તરત કરૂણાદેવીને બોલાવ્યા ને કહ્યું કે તમારું નામ તે કરૂણાદેવી ખોટું છે. તમે ગરીબના ઝુંપડા બાળીને અન્યાય કર્યો છે માટે બધાં દાગીના-કપઢાં ઉતારી મારા મહેલમાંથી ચાલ્યા જાવ. રાજાને ન્યાય સાંભળી પ્રજા રડી પડી. અહો ભગવાન ! આપ આવું ના કરે. આપે ન્યાય કર્યો એટલે અમારા ઝુંપડા થઈ ગયા, પ્રધાને, બીજા અમલદારોએ બધાએ રાજાને ખૂબ સમજાવ્યા. પણ રાજાએ ક ન્યાય એટલે ન્યાય! સત્તાની ખુમારીમાં છકેલી રાષ્ટ્રને ખબર પડે કે ગરીબાઈનાં દુઃખ કેવી રીતે વેઠાય છે ! ફરીને આવું કામ કરતી ભૂલી જાય.
કરણદેવીની સ્થિતિ કરૂણાજનક બની ગઈ. નગરજનેને રાણીની ખૂબ દયા આવી. ગામના મુખ્ય માણસે રાજાની પાસે આવીને કહે છે સાહેબ! મહારાણી સાહેબ તે મરણ તુલ્ય બની ગયા છે. એમના ગુનાની શિક્ષા એમને મળી ગઈ. હવે આપ માફ કરો. આખા નગરમાં હાહાકાર મચી ગયો. ઝુંપડાવાળાઓ પણ રાજાને વિનવવા લાગ્યા. બાપુ! આપ તે કરૂણાના સાગર છે. કરૂણદેવીના ગુન્હાને માફ કરો. આપે આ ન્યાય કર્યો તેથી અમારા ઝુંપડા બની ગયા સમજી લે. રાજા કહે એને એના ગુન્હાની બરાબર સજા થવી જોઈએ, રાજા આ વાત માન્ય કરતાં નથી. એટલે નગરજને અને ઝુંપડાવાળા બધાં રાજાની સામે સત્યાગ્રહ કરીને બેસી ગયા. આપ રાણીસાહેબને માફ નહિ કરે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. છેવટે રાજાએ કરૂણાદેવીને લાવીને ફરીને આવી ભૂલ નહિ કરું તેવી કબૂલાત