SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શારા શિખર કનકમાલા એ તારા પાલક માતા પિતા છે. તારી જન્મદાત્રી માતા રૂકમણી છે. તેણે સોળ ઘડીનું કર્મ બાંધ્યું તે અત્યારે ઉદયમાં આવ્યું ને માતા રૂકમણીને તારા સોળ વર્ષને વિયોગ પડે. સોળ વર્ષ હવે તારા પૂરા થવા આવ્યા છે. તમે હવે જવાના છે. પરંતુ જતાં પહેલાં પાલક માતા કનકમાલાની પાસે બે વિદ્યાઓ છે તે તમારા હાથમાં આવવાની છે. તે વિદ્યાઓ ચારિત્ર પાળવામાં લાભદાયી છે. પ્રદ્યુમ્નકુમાર મુનિને વંદન નમસ્કાર કરી ત્યાંથી ઉઠે. તેણે મુનિ પાસેથી જાણી લીધું કે બે વિદ્યા કનકમાલા પાસેથી મળવાની છે. હવે પ્રદ્યુમ્નકુમાર અલંકારો પહેરીને માતા કનકમાલા પાસે જશે. તેથી તે માતા એમ સમજશે કે આ મારી પાછળ મુગ્ધ થયો. છે. તેથી પાછા આવ્યા. માટે કનકમાલા મનમાં ખૂબ હરખાશે. પ્રદ્યુમ્નકુમાર તેની પાસેથી બે વિદ્યાએ કેવી રીતે મેળવશે તેના ભાવ અવસરે કહેવાશે. આવતીકાલથી આયંબીલની ઓળીની આરાધનાના મંગલ દિવસો ચાલુ થાય છે. આપ આપના અંતરાત્માને જગાડજો, અને સુંદર આરાધનામાં જોડાઈ જશે. તપને રંગ બરાબર જમાવશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૩ આ સુદ ૬ ને બુધવાર તા. ૨૯-૯-૭૬ અનંત જ્ઞાની પરમાત્માના મુખમાંથી ઝેરલી શાશ્વતી વાણી તેનું નામ સિધ્ધાંત. મલ્લીનાથ ભગવાનના અધિકારમાં અરહ-નક શ્રાવકની વાત ચાલે છે. અરહનક શ્રાવકને કેવી કારમી કસોટી આવી. માથા ઉપર લટકતી તલવારની માફક મૃત્યુ ઝઝુમી રહ્યું હતું. છતાં તેઓ મનથી પણ ડગ્યા નહિ તેનું કારણ તેઓ ધર્મને પિતાના પ્રાણથી પણ અધિક માનતાં હતાં. ભલે, પિતાને જીવનદીપક બૂઝાય પણ જીવનમાંથી ધર્મને દીપક બૂઝાવા દે ન હતે. આપણું જૈન શાસનમાં એવા ઘણાં ઉદાહરણ મળે છે કે જેઓ ધર્મને માટે પિતાનું સર્વસ્વ આપવા તૈયાર થયા. ધર્મને માટે પ્રાણ દીધાં પણ ધર્મને જેમણે છોડયો નથી. પિતાના પ્રાણુનું બલિદાન આપીને પણ ધર્મની રક્ષા કરી છે. તેમને એ દઢ વિશ્વાસ હતું કે “ધ ઇવ હૃતો દુનિત ધમ ક્ષત્તિ fક્ષતઃ ” જે પિતાના ધર્મને વિનાશ કરે છે તેને વિનાશ થઈ જાય છે, અને જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા થાય છે. દેવાનુપ્રિયે! અહીં રક્ષા એટલે શરીર કે સંપત્તિની રક્ષાની વાત નથી પણ આત્માની રક્ષાની વાત છે. એટલે આપણે એ વાત સમજવાની છે કે જે મનુષ્ય
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy