________________
ووف
શારદા શિખર હિંસાના પચ્ચખાણ છે. તેથી તાપણું કરાય તે નહિ પણ તેની કલ્પના પણ ન કરાય. માછી પુત્રી મુનિ ઉપરના કરણાભાવથી તે પણ આખી રાત તેની ઝુંપડીમાં બેસી રહી.
સવાર પડી એટલે સંત પાસે જઈને કહે છે કે આપ મારે ઘેર ભોજન કરવા માટે પધારે. હું માછીકુળમાં જન્મી છું. પણ મેં માછલા કયારે પણ પકડયા નથી કે તે આહાર કર્યો નથી. આ છોકરી જૈન સાધુના આચારથી અજાણ છે તેથી આ પ્રમાણે કહે છે. મુનિ કહે છે બહેન ! તમારે ઘેર ભેજન કરવા ન અવાય. તે છે ભગવાન ! આપના આચાર વિચાર મને સમજાવે. આપે રાત્રે તાપણું ન કરવા દીધી, ધાબળે ન ઓઢ, ભજન કરવા પણ ન આવ્યા તે હવે આપનો ધર્મ શું છે તે મને સમજાવે. મુનિએ જૈન ધર્મ અને તેમાં સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ શું છે તે સમજાવ્યું. આ સાંભળતાં તેના આનંદનો પાર ન રહ્યો. તેણે ત્યાં મુનિ પાસે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. રોજ ઉપદેશ સાંભળનારને હજુ મન નથી થતું કે સામાયિક, પ્રતિક્રમણ શીખું! તમારા સંતાનને કયારે પણ પૂછે છે કે તેને સામાયિક, પતિક્રમણ આવડે છે કે નહિ ?
માછીપુત્રી શ્રાવક વ્રત લીધા પછી સમકિત પામી. કેટલાક દિવસે પછી તે ત્યાંથી નીકળી સાધ્વીને સમાગમ કરવા ગઈ. સતીજી મળતાં તે દશમા વ્રતમાં રહીને તેમની સાથે રહેવા લાગી. તે ગૌચરી કરીને ખાય છે. આ રીતે તે મહાસતીજીની સાથે વિચરે છે. એક વખત સાંજે વિહાર કરતાં વિહાર ઘણે લાંબે નીકળે. સૂર્યાસ્તને સમય થવા આવ્યા. ત્યાં જંગલમાં એક ઝુંપડી છે. આત્મ રક્ષા ખાતર બધા સાધ્વીજી ઝુંપડીમાં રહ્યા અને આ માછીપુત્રી શ્રાવિકા તે ઝુંપડીની બહાર દરવાજા પાસે બેસીને નવકાર મંત્રનું સ્મરણ કરે છે. વાઘ-સિંહથી રક્ષણ કરવા તે ઝુંપડીની બહાર કાઉસગ કરીને ધ્યાનમાં બેઠી છે, તે સમયે ત્યાં અચાનક વાઘ આવ્યું ને આ બાઈને મુખમાં પકડીને ચડચડ ચાવી ગયે. છતાં તેને જરાપણ આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ન થયું. તે સમાધિ મરણે મરીને દેવેલેકમાં ગઈ.
સ્વર્ગસે ચલ કે હુઇ રૂક્ષ્મણ, માધવ ઘર પટરાની, કામદેવ વહી માત તુમહારી, ગુણ મેં અધિક વખાણી...શ્રોતા.
દેવલોકની આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરીને ત્યાંથી આવીને એક રાજાને ઘેર પુત્રીપણે જન્મી. ત્યાં તેનું ખૂબ સન્માન થાય છે ને લાડકોડથી ઉછરે છે, માતાપિતાએ તેનું નામ પાડયું રૂક્ષ્મણી. એ રૂક્ષમણ મટી થતાં તમારા પિતા કૃષ્ણ વાસુદેવ સાથે તેના લગ્ન થયા. ત્યાં તેને પટરાણીનું પદ મળ્યું. ત્રણ ખંડના અધિપતિ દ્વારકા નરેશ કૃષ્ણ મહારાજા તારા પિતા છે ને રૂક્ષમણી તારી માતા છે. કાલસંવર વિદ્યાધર અને