________________
શારદા શિખર
જઉં
કપાળમાં કંકુને ચાંલ્લો કરવાને બદલે આંખમાં કંકુ આંજી દીધું. ને ગાલે કાજળના ટપકા કર્યા. અને કેઈના બદલે કોઈનું બાળક લઈને મદનકુમાર અને રતિસુંદરીને જેવા ચાલી નીકળ્યા. એને જોતાં નગરજને ધરાતાં નથી. દરેક લેકે એની પ્રશંસા કરતાં બોલવા લાગ્યાં કે શું એનું પરાક્રમ છે, શું એની બુધ્ધિ છે ! એના પરાક્રમથી એણે કેટલી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. એ બેલે છે તે મુખમાંથી ફૂલ ઝરે છે.
કઈ કહે જોડી અમર રહે, તપે સૂરજ એરૂ ચંદ, મદન રતિકી જોડી મિલ ગઈ, ન્યૂ રૂક્ષ્મણ ગોવિંદ હે-શ્રોતા
તો કઈ કહે છે. કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી આ બંનેની જેડી અમર રહે. આ મદન અને રતિસુંદરીની જોડી જાણે કૃષ્ણ અને રૂકમણી જેવી શેભે છે. પ્રદ્યુમ્નકુમારનું રૂપ કામદેવ જેવું હોવાથી અને તે બધાના રૂપના મદ ને ગાળનાર હોવાથી રૂપ અને ગુણ અનુસાર તેને મદનકુમાર નામ આપ્યું. તેથી સૌ તેને મદન કહીને બોલાવવા લાગ્યા. અને સૌ તેના સાચા માતા-પિતા કૃષ્ણ અને રૂક્ષમણીની ઉપમા આપવા લાગ્યા. જ્યાં કૃષ્ણ અને રૂક્ષ્મણીનું નામ સાંભળે ત્યાં મદનના કાન ચમકવા લાગ્યા, એના મનમાં એમ થતું કે હું સોળ જગ્યાએ ગયા ત્યાં પણ મને સૌ એમ કહેતાં હતાં કે આ કૃષ્ણના લાડીલા નંદ અને રૂકમણીના જાયા અહીં પણ મને આ લેકે કહે છે કે કૃષ્ણ અને રૂક્ષમણીની જોડી જેવી આ જોડી શોભે છે. તે એ કૃષ્ણ રૂકમણી કેણુ હશે ? મારા પિતાનું નામ કાલસંવર રાજા અને માતાનું નામ કનકમાલા છે. હવે તેના માતા પિતાને મળવાનો સમય નજીક આવે છે એટલે કે ના મુખેથી નામ સંભળાય છે. પણ પ્રદ્યુમ્નકુમારને કાંઈ શંકા થતી નથી. એ તે માને છે કે મારા માતા-પિતાનું બીજું નામકૃષ્ણ અને રૂકમણી હશે! હજારે નગરજનાં આશીર્વાદ ઝીલતા, અનેક યાચકને દાન આપતે રાજમહેલમાં પહોંચી ગયા.
પ્રદ્યુમ્નકુમારે પિતાજીના ચરણમાં પડીને પ્રણામ કર્યા. તે આટલો બધે બાહોશ હત, આટલી ચીને લઈને દેવેને હરાવીને આવ્યા છે પણ નામ અભિમાન નથી. કેટલે વિનય છે! આવીને તરત પિતાજીને પ્રણામ કર્યા, પિતાજીએ તેને આશીર્વાદ આપ્યા. પછી તે માતા પાસે ગયે. માતા પાસે આવીને ચરણમાં પડે. માતા પણ હર્ષથી પુત્રને ભેટી પડી અને “ચિરંજીવ” કહીને માતાએ પુત્રને આશીર્વાદ આપ્યા પ્રદ્યુમ્નકુમાર પિતાની માતા પાસે થેડીવાર બેઠો. અત્યાર સુધી માતાની દૃષ્ટિ નિર્મળ હતી. તે ભલે પિતે જન્મદાતા માતા ન હતી પણ જન્મ દેનાર માતાથી પણ અધિક વહાલથી તેણે પ્રધુમ્નકુમારને ઉછેર્યો છે. અને પ્રદ્યુમ્નકુમાર પણ એમ જ સમજતો હતું કે આ મારી જન્મદાતા માતા છે. એટલે નિર્દોષ ભાવથી માતા પાસે બેઠો છે,