________________
૪૬
વારતા શિખર - “સેળો લાભ પુષ્પક રથ :- રતિને લઈને પ્રદ્યુમ્નકુમાર વનની બહાર જાય છે. ત્યાં રસ્તામાં તેમને શકટાસુર મળે. ઈન્દ્ર-ઈન્દ્રાણી જેવા દંપતિને પગે ચાલીને જતાં જોઈ તેને વિચાર થયો. અહે! આ કમળ કાયાવાળા દંપતિ પગે ચાલીને વન ઓળંગશે તો થાકી જશે. એમ વિચારીને તેને સુંદર પુષ્પક રથ ભેટ આપ્યો. મદનકુમાર અને રતિસુંદરી બંને પુષ્પક રથમાં બેસી ગયા. રથના ઘૂઘરા રણઝણ વાગવા લાગ્યા. આ તરફ ઘણીવાર થઈ છતાં પ્રદ્યુમ્નકુમાર આવ્યો નહિ તેથી તે વજમુખ આદિ તેનાં ભાઈએ વિચાર કરવા લાગ્યા કે નક્કી પ્રદ્યુમ્ન મરાઈ ગયે હશે. ત્યારે બીજે કહે તમારી વાત સાચી છે. જુઓ, દેવે એને મારી નાંખ્યો હશે તેની ખુશાલીમાં આ ઘૂઘરા ને વાજા વાગે છે. આમ વાત કરે છે ત્યાં તો પ્રદ્યુમ્નકુમારનો રથ ઝણઝણાટ કરતો બહાર આવ્યું. અસરા જેવી કન્યાને પરણીને આવે. એના ભાઈઓનાં મુખ કાળાધબ થઈ ગયા. બધાને ખૂબ દુ:ખ થયું. બધા ભયના સ્થાનો પૂરા થયા. ક્યાંય તે મર્યો નહિ. બીજા ભાઈઓ કહે- આપણે બધાં તેને મારી નાંખીએ. ત્યારે વમુખે કહ્યું–ભલભલા દેવે તેને મારી શક્યા નહિ તો આપણે તેને કેવી રીતે મારી શકીએ? છતાં હિંમત કરીએ. હવે તો તેની પાસે કેટલા દૈવી શો છે. એને મારવા જતાં આપણે મરાઈ જઈએ. આ લેકે આ વિચાર કરે છે ત્યારે પ્રદ્યુમ્ન કહે છે ભાઈઓ! હવે આપણે જેવા કે જાણવા લાયક કેઈ સ્થાન બાકી નથી. આખો વૈતાઢય પર્વત ઘૂમી વળ્યા. હવે આપણે જલ્દી જઈએ. માતા પિતા આપણી ચિંતા કરતા હશે. પ્રદ્યુમ્નકુમાર અને રતિસુંદરી સાથે રથમાં બેઠા છે. જાણે સાક્ષાત્ ઈદ્ર અને ઈન્દ્રાણું ન હોય ! તેવા તે બંને શેભતાં હતાં. અને વમુખ આદિ વિદ્યાધરકુમારે પ્રધુમ્નના પાયદળ સૈનિકે જેવા લાગતાં હતાં.
બધાએ નગર તરફ પ્રયાણ કર્યું. કાલસંવર રાજાને ખબર પડી કે પ્રધુમ્નકુમાર વૈતાઢય પર્વત ઉપર આવેલા સોળ ભયસ્થાન ઉપર વિજય મેળવીને બે કન્યાઓને પરણીને આવે છે. એટલે કાલસંવર રાજાએ આખું નગર ધ્વજા પતાકા અને તેરણાથી શણગાયું. અને તેને જય જયકાર બોલાવતાં નગરમાં પ્રવેશ કરાવ્યું. આખું નગર
યજયકારના ધ્વનિથી ગાજી ઉઠયું. પ્રદ્યુમ્નકુમાર અને રતિ સુંદરીને જોઈને નગરનાં લેકે તે એમ જ કહેવા લાગ્યાં કે કઈ મહર્થિક દેવ અને દેવી સ્વર્ગમાંથી ઉતર્યા છે. એમને જોવા માટે નગરનાં સ્ત્રી પુરૂષો ઘેલાં બન્યા.
પ્રદ્યુમ્નકુમારને રથ બજારમાંથી પસાર થઈ રહ્યો છે. લોકે તો એને નીરખવા એવા પાગલ બન્યા છે કે તેઓ શાન–ભાન ભૂલી ગયાં. કંઈક સ્ત્રીઓનાં કંઠમાં પહેરેલાં સાચા મોતીના હાર તૂટી ગયા. તે પણ તેને ખ્યાલ નથી. તે કેઈક સ્ત્રીએ જોવા જવાની આતુરતામાં વસ્ત્રો અવળાં સવળાં જેમ તેમ પહેરી લીધાં. તે કેઈએ નાકની ચૂંક કાને અને કાનનું બુટીયું નાકમાં પહેર્યું. તે કેઈએ