________________
૭૪.
શારા શિખર હજુ તેની ઉંમરમાં તે સોળ વર્ષ પૂરા થયાં નથી. સેળ વર્ષ પૂરા થતાં તે તે રૂક્ષ્મણીને મળવાનું છે. તેવા ભગવાનના વચન છે. પ્રધુમ્નકુમારની યુવાની ખીલી ઉઠી છે. હવે પ્રધુમ્નને જોઈને માતા કનકમાલાને કેવી દુષ્ટ ભાવના થાય છે ને પ્રદ્યુમ્નકુમાર તેની સામે કે પડકાર કરે છે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૮૦ આસો સુદ ૩ ને રવીવાર
તા. ૨૬-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણ સાગર વીતરાગ પરમાત્માએ જગતનો ને મિથ્યા મોહ દૂર કરાવવા માટે જડ અને ચેતનના ભેદ સમજાવતાં કહ્યું છે કે હે ચેતન ! મુખ્ય બે ત છે. એક જીવ અને બીજું અજીવ, બીજી ભાષામાં કહીએ તે જડ અને ચેતન પણ જેને જડ-ચેતનનું જ્ઞાન કે ભાન નથી તે જડના મોહમાં પડી તેને મેળવવા અને જાળવવા પ્રયત્ન કરે છે. કહ્યું છે કે
" निर्मल स्फटिकस्येव, सहज रुपमात्मन ।
अध्यस्तोपाधिसंबन्धो, जडस्तत्र विमुहयति ॥" આત્માનું સહજ સવરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે. પણ મનુષ્ય જડના સંગે રહી, જડ પદાર્થોમાં મેહ પામી, આત્માને સ્વભાવ ભૂલી જઈ શરીરાદિ બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન હોવા છતાં તે પદાર્થોને પિતાનાં માની તેમાં મોહ પામે છે. જેમ કરેડપતિના નાના અણસમજુ બાબાને એ ખ્યાલ નથી હોતી કે હું કોડપતિને દીકરે છું તેથી તે ઘરમાં કામ કરનાર નેકર પાસે પૈસે માંગે છે. નેકર પાસેથી બે ચાર આના મળતાં તે આનંદ માને છે. હરખાય છે, આવી દશા આ માનવ દેહમાં બેઠેલા ચિતન્ય સ્વરૂપ આત્માની છે. આત્મા અનંત સુખને સ્વામી હોવા છતાં સંસારના સુખમાં પડીને પોતાની સાચી શક્તિનું ભાન ભૂલી જાય છે. અને તે સંસારના ભૌતિક સુખને અને જડ પદાર્થોને પિતાનાં માની પોતાનું સર્વસ્વ ગુમાવી અનેક પ્રકારની આપત્તિઓમાં અટવાઈ જાય છે.
બંધુઓ ! આવા ભૌતિક સુખમાં ભાન ભૂલી માહિત બનેલા અને જિનેશ્વર દેવે કહે છે કે હે જીવ! તું એક વાર તારા સ્વરૂપ તરફ દષ્ટિ કરી તારા સ્વરૂપને પીછાણ લે, જો તું એક તન-તારા આત્માને ઓળખીશ તે તું બીજાને જાણી શકીશ. પણ જે તું તને જ નહિ એાળખે તે બીજા કેને ઓળખીશ? જે મનુષ્ય ઘઉંના લોટને જાણે છે તે ઘઉંની રોટલી, ભાખરી, પૂરી વિગેરે અન્ય ચીજોને જાણી