SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર છa. શેઠને મન ધન કરતાં ધર્મની કિંમત વધારે હતી. અને તેના પ્રભાવે બચી ગયા. (૫, મહાસતીજીએ અહીં શ્રધ્ધા ઉપર વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. પણ નેધ ટૂંકી લીધી છે.) માટે ધર્મ એ સાચું ધન છે. શેઠનાં શબ્દો સાંભળીને નગરજનેની આંખમાં આંસુ આવી ગયા કે શું શેઠની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. આટલી લકમી ગઈ પણ મુખ પર નામ દુઃખ નથી. શેઠની વાત સાંભળીને કંઈક માણસ ધર્મમાં શ્રધ્ધાવંત બન્યા ને શેઠની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા. ભગવાનનાં શ્રાવકે ધર્મમાં આવા દઢ હોવા જોઈએ. પિશાચને અરહનક શ્રાવકે મનથી શું કહ્યું?” : “તપ i રે માનવ समणावासए तं देवं मणसा चेव एवं वयासी, अह ण देवाणुप्पिया? अरहन्नए नाम મળવારા માન્ય નવા !” અરહ-નક શ્રમણોપાસકે તે દેવને મનથી કહ્યું કે હે દેવાનુપ્રિયે ! હું અરહનક નામ શ્રમણે પાસક-શ્રાવક છું. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર, નિર્જરા, બંધ, અને મોક્ષ એ નવતને જાણકાર છું. તું મને ઓળખતે નથી. એટલે મને તું મરણને ડર બતાવીને ધર્મથી ચુત બનાવવા માંગે છે. પણ હું તારી સતામણીથી ડરી જાઉં તે નથી. સિંહણને જાય શૂરવીર સિંહ છું. વીતરાગ ભગવાનને ઉપાસક સાચે શ્રાવક છું. માયકાંગલો નથી. નવતત્વનો યથાર્થ રીતે જાણકાર છું. “ વહુ સદૈ ળ ન વ નવ નિક थाओ पावयणओ चालित्तए वा खाभित्तए वा विपरिणामित्तए वा सुमं णं जा सध्धा तं જેfટ્ટા કોઈ પણ દેવમાં તાકાત નથી કે જે મને મારા નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકે, સુમિત કરી શકે, સંશય ઉત્પન્ન કરીને મને તેમાં શંકાશીલ બનાવી શકે, અને વિપરિણામી બનાવી શકે, કેઈપણ દેવમાં આટલી તાકાત નથી કે મને મારા શ્રાવક ધર્મથી ડગાવી શકે ! તેથી હે દેવ! તમારી જેવી શ્રધ્ધા હોય તેમ કરે. અરહનક શ્રાવકે પોતાના મનમાં જ સંબંધીને દેવને આ પ્રમાણે કહ્યું. અને તે અભીત, અત્રસ્ત, અચલિત, અસંભ્રાન્ત, અનાકુળ, અનુદ્વિગ્ન ચિત્તથી શાંત થઈને બેસી રહ્યા. તે નિર્ભય હતા તેથી તેમના મુખ અને આંખોની કાન્તિમાં જરાય પરિવર્તન થયું નહિ, ભય તેમજ સંશય વગર હોવાથી તેનું ચિત્ત વિષાદ અને વૈમનસ્ય રહિત હતું તેથી તે ધર્મશ્રદ્ધામાં દઢ રહ્યા. આવા કષ્ટનાં સમયે માત્ર ધર્મ શરણરૂપ છે. તેમ માની મૌન ધારણ કરીને ધર્મમાં તલ્લીન બન્યા. દેવાનુપ્રિયે! કેવી અડગ શ્રધ્ધા ! મરણને ડર નહિ ને સહેજ પણ ક્રોધ નહિ. આજનાં મનુષ્ય આવા દુઃખ તે સહન ન કરી શકે પણ કેઈનાં કટુ વચન પણ સહન ન કરી શકે. દેવે અરહનક શ્રાવકને કેવાં શબ્દો કહ્યાં હતાં કે હે અપાર્થિત પ્રાર્થિત! અપ્રાર્થિત પ્રાર્થિત એટલે શું? હે મરણવાંછક ! મરણને ભેટવાની કઈ ઈચ્છા કરે ? તું મરણની ઈચ્છા કરનાર છે. જે તું ધર્મને વળગી રહીશ તે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy