SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ જરે શારદા શિખર जेणं तुमं अदृदुहट्ट वसट्टे असमाहिपत्ते अकाले चेव जीवियाओ ववरोविवज्जासि । જ્યારે હું તારું વહાણ બે આંગળી વડે ઉંચકીને આકાશમાં ઉછાળીને પાણીમાં ડૂબાડી દઈશ ત્યારે તમે આર્ત અને દુર્ઘટ રૌદ્ર ધ્યાનથી પીડિત થશે. તમારા ચિત્તમાં અસમાધિ થશે. અને આયુષ્ય પૂરું થતાં પહેલાં અકાળે મૃત્યુને પામશે. દેવાનુપ્રિયે ! પિશાચના રૂપમાં દેવે કેવી દમદાટી આપી. અરહનકને કેવી કોટી આવી. આ જેવી તેવી કસોટી નથી. દઢવામી શ્રાવકની ગમે તેટલી કસોટી થાય, મોતના મુખમાં ધકેલાઈ જાય તે પણ પિતાની ધર્મશ્રદ્ધાથી યુત થાય નહિ. તે એની શ્રધ્ધામાં આગળ વધતા જાય. જે શ્રાવક કે સાધુ પાવનપંથને-એક્ષપંથને પ્રવાસી હોય તેને વીતરાગ વચન ઉપર દઢ શ્રધ્ધા હોય. તેને અરહનક શ્રાવક જેવી કસોટી આવે, અરે ! તેનાથી પણ પરી કસેટી આવે તો પણ તેમાંથી પસાર થઈ જાય પણ પાછા પડે નહિ. તેની ધાનું તેજ ઝાંખું ન પડે, કદાચ કઈ તેને ધર્મ છોડવા માટે પ્રલોભન આપે કે પ્રહાર કરે તે પણ ધર્મ છેડે નહિ. અરહનક શ્રાવકને પિશાચે કહ્યું. હે અરહનક! મને તમારી દયા આવે છે તેથી હું તમને બચવા માટે માર્ગ બતાવું છું. જે તમારે જીવવું હોય તે તમારા વ્રત-નિયમેને ત્યાગ કરે. તે પણ અરહનકનું રૂંવાડું ફરકયું નહિ. તે ઠંડા કલેજે બેસી રહ્યાં. એમનાં એક આમાં પણ ભય પ્રવેશી શકે નહિ. પિશાચનાં બધાં શબ્દો શાંત ચિત્તે સાંભળ્યા. એની સામે ઉત્તર આપ્યું નહિ. કસોટી આવે, કષ્ટ પડે ત્યારે ધર્મ ના ચૂકે, હૃદય ના ઝૂકે ને કદમ ના રુકે તે આનું નામ. તે અમર બને છે. આપણે અત્યારે અરહનક શ્રાવકની વાત ચાલે છે. આવા સિધ્ધાંતિક અને ઐતિહાસિક ઘણું દાખલા છે. ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. એક શેઠ છે. તે પરદેશ કમાવા જાય છે. પુણ્યોદયે પરદેશમાં ખૂબ કમાણ થઈ અને વહાણ ભરીને ઘેર આવે છે. મધદરિયે દરિયામાં તોફાન જાગ્યું. ફટફટ વહાણ ભાંગવા માંડ્યા. શેઠની પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા ખૂબ મજબૂત છે. તે એક ચિત્ત ભગવાનની પ્રાર્થના કરે છે. છેવટમાં વહાણ ભાંગતા એક પાટીયું હાથમાં આવે છે ને શેઠ તેના સહારે જીવી જાય છે. તે દરિયા પાર થઈ કિનારે આવે છે. બધું ગયું પણ શેઠ બચી ગયા. આ છે ધર્મનો પ્રભાવ. શેઠ પિતાના ઘેર આવે છે. જોકે તેમને મળવા આવે છે ને કહે છે કે શેઠ” અરેરે... બધું ગયું. ત્યારે શેઠ કહે છે કે મારા ભાઈઓ ! મારું કાંઈ નથી ગયું. ધન તે આજે છે ને કાલે નથી, પણ હું બચી ગયે તે મારે ધર્મ કરી શકીશ! જે આવા ભયંકર દરિયાના તેફાનમાં જ હોઉં તે મારા નવકારમંત્રને પ્રભાવ છે. શેઠની અડગ શ્રધ્ધા જોઈ બધા વિસ્મય બની ગયા,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy