________________
વ્યાખ્યાન ન. ૦૯ આસો સુદ ૨ ને શનીવાર
તા. ૨૫-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! જગતના સમસ્ત જીવોને આત્મનિતિ અને આત્મકલ્યાણનો પંથ બતાવનાર પરમ કૃપાનિધી વીતરાગપ્રભુએ અધ્યાત્મને સુંદર આદર્શ ખડે કરીને વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે અમૃતવાણી પ્રકાશી. સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્ર છે તે મેક્ષની પ્રાપ્તિ માટેના ઉત્તમ સાધનો છે. તેમાં રમણતા કરે. પત્ની, પૈસા અને પુત્ર પરિવારમાં મમતા અને તેમાં રમણતા કરવી તે પરની રમણતા છે. કલ્પિત સુખ માટે જીવ પ્રમાદમાં પડીને વારંવાર ઈન્દ્રિઓના વિષયમાં મહાંધ બને છે. અને એ વિષેની મમતા અને રાગ જીવને ભવાટવીના ગહન વન પ્રદેશમાં ભ્રમણ કરાવે છે. આવા વિષયમાં રક્ત રહેનાર માનવીને માટે મોક્ષ બહુ દૂર અને દુર્લભ છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન સમાઈ શકે તેવી રીતે એક ચિત્તમાં વિતરાગ ભાવ અને વિષયવિનેદ એ બે વસ્તુ રહી શકે નહિ, કારણ કે એ પરસ્પર વિરોધી છે. વીતરાગ ભાવ પ્રાપ્ત કરવા માટે માનવભવને મહામૂલો અવસર મળે છે. જ્યાં સુધી સાચું જીવન જીવવાની ચાવી નહિ મળે ત્યાં સુધી મેક્ષમાર્ગના દરવાજા ખુલશે નહિ.
આપણે અરહનક શ્રાવકની વાત ચાલે છે. તે શ્રાવક નવતત્વના જાણકાર હતા અને બારવ્રતના ધારક હતાં, તેમણે એક જ વિચાર કર્યો કે જયારે કે ત્યારે આ નશ્વર દેહ છૂટવાનો છે. દેહ છૂટતાં મારું કંઈ છૂટવાનું નથી. જે મારું છે તે મારી સાથે રહેનાર છે. આ પિશાચ રૂપવાળે દેવ ગમે તેટલી ધમધમાટી બોલાવે ને મને ગમે તેટલે સતાવશે તેથી મારા આત્માના એક પ્રદેશનું ખંડન કરવાની તેનામાં તાકાત નથી. મારો દેહ વિનાશી છે. આત્મા અવિનાશી છે. એ વિનાશી દેહનો નાશ કરશે, અવિનાશી આત્માને નહિ. આ જગતમાં જેટલા મહાનપુરૂ થઈ ગયા તે દરેકને કસોટી આવી છે છતાં તેઓ કસોટીમાં ડગ્યા નથી. તે મારી પણ આજે કસોટી છે. હે ચેતન ! જે ચલાયમાન બનત! મેરૂ જે અડેલ રહેજે. આ વિચાર કરી સમાધિભાવમાં ઝૂલતાં વહાણુનાં એક ભાગમાં સાગારી સંથારે કરીને બેઠાં છે. પિલે પિશાચ તેની પાસે આવીને કહેવા લાગ્યો-હે અહમ્નક! તે જે બારવતે અંગીકાર કર્યા છે તે બધાં વ્રત-પ્રત્યાખ્યાનોને તોડવા, ખંડિત કરવા, તેનો ત્યાગ કર તને ક૫તે નથી પણ તું જે એ તારા લીધેલાં વ્રતાનો ત્યાગ નહિ કરે તે હું આ વહાણને બે આંગળીએથી પકડીને સાત આઠ તાલ જેટલે ઊંચે આકાશમાં ઉછાળીને પાણીમાં ડૂબાડી દઈશ.