________________
૪૪
ચારા શિખર
તેના પરિણામરૂપ દુઃખરૂપ કટુ કળા તારે ભાગવવા પડશે તેથી હું દુરંત પ્રાંત લક્ષણ ! એમ કહ્યું હતું અને હું હીનપુણ્ય ચતુર્દશિક ! એમ કહીને સએધન કર્યુ.. એટલે તેના અર્થ એવા થાય છે કે કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ચંદ્રની કળા ક્ષીણ થઈ જાય છે તેથી તે અમંગળકારી ગણાય છે. કૃષ્ણપક્ષની ચૌદશ મંગળકારી નહિ હોવાથી તે ચૌદશ હીનપુણ્ય ગણાય છે તેથી દેવ તેને એમ કહેવા માંગે છે કે તારા જન્મ આવી ચૌદશના દિવસે થયા લાગે છે તેથી તું અભાગીયેા છે. અને છેલ્લે કહ્યું કે હું શ્રી, હી, ધી, કીતિ પરિવર્જિત ! શ્રી એટલે લક્ષ્મી, હી, એટલે લજ્જા, ધી એટલે બુધ્ધિ અને કીર્તિ એટલે યશ. એટલે હેરિદ્ર ! હે નિજ ! હું બુધ્ધિહીન ! અને હૈ કુળકલંકિત ! આવા આવા શબ્દો કહ્યાં છતાં તેના મનમાં ક્રોધ ન આવ્યેા. પણ સમજણપૂર્વક સમતાભાવમાં રહીને કંઈ ખેલ્યા નહિ, નીડર બની પેાતાના ધર્મોમાં સ્થિર રહ્યા. ખાલા, તમને કોઈ આવું કહે તેા સમભાવ રહે ખરા ? આવા સમભાવ અને આવી શ્રધ્ધા રહેવી જીવને મુશ્કેલ છે. અહીં અરહુનક શ્રાવકે મનથી દેવને કહ્યું કે મારી ધમ શ્રધ્ધાથી સ્હેજ પણ વિચલિત થવાનેા નથી. તમારે જેમ કરવું હાય તેમ કરો. હવે દેવ કેવા ઉપસગ આપશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર :- ચૌદમા લાભ દિવ્ય પુષ્પ શય્યા ને દિવ્ય પુષ્પનુ` છત્ર :-' ક્રૂરતાં ફરતાં વિદ્યાધર પુત્રો ભીમકંદરા પાસે આવ્યા. તે ગુફાનું દ્વાર ભીમ જેવું ભયંકર હતુ. ત્યાં જઈને વમુખે કહ્યું કે જે કઈ ગુફામાં પ્રવેશ કરશે તે જે રૂપ ધારણ કરવા ધારે તે કરી શકશે. ત્યાં પ્રદ્યુમ્નકુમાર ઠેકડા મારીને ભીમકદરામાં પ્રવેશ્યે. ત્યાં દિવ્ય પુષ્પાની શય્યા ને દિવ્ય છત્ર હતુ. પ્રદ્યુમ્નકુમાર નિયપણે શય્યામાં જઈ ને સૂઈ ગયેા. એટલે તેના રક્ષક દેવ ધમધમ કરતા ત્યાં આવીને કહે છે જે પુષ્પ શય્યાનુ રક્ષણુ કરવાં દેવા હાજર રહેતાં હાય તે પુષ્પ શય્યામાં તું કેાની રજાથી સૂતા છે ? જલ્દી ઉભેા થઈ જા. નહિતર તને મારી નાંખીશ. ત્યાં તે પ્રદ્યુમ્નકુમારે ઊઠીને દેવને તણખલાની જેમ પકડીને દબાવી દીધા. એટલે તેને ખૂબ ત્રાસ થયા ને કહ્યું. મને છેાડી દે. એટલે પ્રદ્યુમ્નકુમારે તેને છેડી દીધા.
આ
ચૌદમી ભીમગુફાના રક્ષક દેવે તેનું ખળ જોઈને નક્કી કર્યું કે આ છોકરી ખૂબ પરાક્રમી છે. આ પુષ્પ શૈયા તેને ચાગ્ય છે. માટે તેને આપું એટલે પ્રસન્ન થઈ ને દેવે પ્રદ્યુમ્નકુમારને પુષ્પની શૈયાને પુષ્પનું છત્ર ભેટ આપ્યાં ને કહ્યું. દિવ્ય પુષ્પા છે તે કદી કરમાતાં નથી અને તેનામાં શુ ગુણા છે તે કહી સંભળાવ્યા. આ બે ચીજો લઈને પ્રદ્યુમ્નકુમાર બહાર આવ્યેા. આ જોઈ ને વિદ્યાધર પુત્રો વજ્રમુખને કહેવા લાગ્યા કે આને તે ગમે ત્યાં માકલે પણ ખાટા રૂપિયાની જેમ પાછે, આવે