________________
ઉકર
શારદા શિખર
કરો એટલે મારી શક્તિનો તમને ખ્યાલ આવશે. બંનેએ યુધ્ધ કર્યુ. તેમાં પ્રદ્યુમ્નકુમારનો વિજય થયો.
તેનું ખળ જોઈ દેવ તેના ઉપર પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે તું તેા કાઈ દેવકુમાર છે. એમ કહી તેનાં ખૂબ વખાણ કર્યાં ને એક મગરનાં ચિન્હવાળા સુંદર ધ્વજ તેને ભેટ આપ્ચા. ત્યારથી લેાકેા તેને મકરધ્વજ કહેવા લાગ્યા. વાવમાં સ્નાન કરવાથી પ્રદ્યુમ્નકુમારના શરીરનું તેજ ઝગારા મારવા લાગ્યું. તેજસ્વી શરીરવાળા પ્રદ્યુમ્નકુમાર મકરધ્વજ લઈને બહાર આવ્યેા. આ જોઈને વિદ્યાધર પુત્રો ભૂખ દાઝે ખળી ગયાં પણ કાઈ ના ઉપાય ચાલે તેમ નથી. હવે તેને લઈને આગળ ચાલ્યાં તા એક માટી અગ્નિનો કુંડ આગ્યેા.
પાંચમા લાભ દિવ્યકુંડળની જોડી અને દિવ્ય વસ્રો અગ્નિકુંડ પાસે આવીને વ્રજમુખ ખેલ્યા કે આ પરીક્ષા કરવાનો અગ્નિકુંડ છે. જેમ સેાનાની અગ્નિમાં પરીક્ષા થયા છે અને અગ્નિ પરીક્ષામાં પાસ થયેલું સુવણુ તેજસ્વી અને છે તેમ જે મનુષ્ય આ અગ્નિકુંડમાં પડે છે તે પણ સેટીમાં પાસ થઈ ચિંતવેલ વસ્તુને પ્રાપ્ત કરી અધિક તેજસ્વી બનીને બહાર આવે છે. માટે હું અગ્નિકુંડમાં પ્રવેશ કરુ છું. ત્યારે પ્રદ્યુમ્નકુમારે કહ્યું- ભાઈ! તમને વાંધો ન હોય તે હું અગ્નિકુંડમા જાઉં. વજ્રમુખને તે એટલું જ જોઈતુ હતુ. વગર આનાકાનીએ હા પાડી દીધી. એટલે પ્રદ્યુમ્નકુમારે સાહસ કરીને અગ્નિકુંડમાં પ્રવેશ કર્યાં. અંદર જઈને વિદ્યાસિધ્ધ પુરૂષની માફક બંને હાથ વડે ભડભડતી અગ્નિની જ્વાળાઓને પકડીને રમવા લાગ્યા. ત્યારે અગ્નિકુંડનો અધિષ્ઠાતા દેવ તેના ઉપર ગુસ્સે થઈને તેને મારવા આન્યા ત્યારે પ્રદ્યુમ્નકુમારે તેને રમકડાની માફક ઉંચકી લીધો ને તેના હાથનો અંગુઠો દબાવ્યેા. એટલે દેવ ચીસે પાડવા લાગ્યા ને પ્રધુમ્નકુમારના ખળ આગળ તે હારી ગયા.
દેવની હાર થવાથી તે પ્રદ્યુમ્નકુમારના ચરણમાં નમી પડચા. અને તેના પર પ્રસન્ન થઈને એ દિવ્ય વસ્રો અને દિવ્યકુંડળની જોડી આપી. તે લઇને પ્રશ્નમ્નકુમાર ચમકારા મારતા બહાર આવ્યા. આ જોઈને વજ્રમુખ આદિ વિદ્યાધર પુત્રો ઇર્ષ્યાની આગમાં બળવા લાગ્યા. અહા ! આપણે આને મારવા માટે લાવ્યા ત્યારે એ તા મરતા નથી ને ઉપરથી તેનું રૂપ-તેજ વધતુ જાય છે. અને દિવ્ય વસ્ત્ર-આભૂષણા તેને મળે છે. વજ્રમુખે બધાને આશ્વાસન આપતાં કહ્યું- તમે શા માટે ચિંતા કરો છે ? એક વખત તે! તે મરવાનો છે. એ મરશે એટલે બધું આપણને મળશે. એમ કહી આગળ ચાલ્યા.
છઠ્ઠો લાભ મુગટ અને માળા” : વિદ્યાધર પુત્રો મેષાકાર પર્યંત ઉપર ગયા. ત્યાં જઈને વ્રજમુખે કહ્યું કે આ પંત પર જે ગુફા છે તેમાં જે પ્રવેશ કરશે