________________
ચાર શિખર કર્યો. તમે ઉપાશ્રયમાં સામાયિક લઈને બેઠા છે ને આ કેઈ ઉપદ્રવ થાય તે સામાયિકમાં ઘર ભેગા થઈ જાઓ ને? ઘરમાં જાઓ કે જંગલમાં ચાલ્યા જાએ પણ કર્મો કઈને છોડવાનાં નથી. કરેલાં કર્મો દરેકને ભોગવવાનાં છે. દઢધમી શ્રાવક સાગારી સંથારે કરી પ્રભુસ્મરણમાં લીન બન્યા. હવે શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : અરહનક શ્રાવકને કસોટી આવી છે તેમ પ્રદ્યુમ્નકુમારની પણ કસોટી ચાલે છે. અરહનક શ્રાવકની દેવલોકમાં પ્રશંસા થઈ તે મિથ્યાત્વી દેવથી સહન ન થઈ તેથી તેની પરીક્ષા કરવા માટે દેવે આ ઉપદ્રવ કર્યો છે. તે રીતે પ્રધુમ્નકુમારનાં ગુણ અને પરાક્રમને કારણે તેની ખૂબ પ્રશંસા થવા લાગી અને તેના પિતાએ તેને યુવરાજ પદ આપ્યું તેથી તેની ઓરમાન માતાઓને તેના પ્રત્યે ઈર્ષ્યા આવી અને પિતાના પુત્રોને ચઢાવી તેના પ્રત્યે દ્વેષ ઉત્પન કરાવે એટલે તેને મારી નાંખવા માટે કપટજાળ રચીને વૈતાઢય પર્વત ઉપર લાવ્યાં છે. પણ એનું પુણ્ય એવું પ્રબળ છે કે જ્યાં જાય છે ત્યાં તેનો વિજય થાય છે, અને દેવે તેના ઉપર પ્રસન્ન થઈને દેવતાઈ ચીજે તેને આપે છે. કહેવત છે ને કે “પુણ્યશાળીને પગલે પગલે નિધાન.” એમ પ્રદ્યુમ્નકુમારને પગલે પગલે નિધાન છે. એ ત્રણ ગુફાઓમાં ગયે ને ત્યાં તેને શું શું પ્રાપ્ત થયું તે વાત તમે સાંભળી ગયાં છે એ ત્રીજી ગુફામાંથી જીવતે આવ્યો ત્યાં એના ભાઈએ વિચારવા લાગ્યા કે આ તે કઈ જુદી જાતને માનવી છે એ કેવી રીતે મરશે ? ત્યારે વમુખે કહ્યું –ભાઈએ ! તમે ચિંતા ન કરે. હજુ ઘણાં વિષમ સ્થાન છે. કયાંક તો એ જરૂર મરશે.
થો લાભ મગરનાં ચન્હવાળે ધ્વજ”: ત્રીજી ગુફામાંથી પ્રદ્યુમ્નકુમાર ક્ષેમકુશળ બહાર નીકળ્યો એટલે એના ભાઈએ ફરતાં ફરતાં દેવતાધિષ્ઠિત વાવ પાસે લઈ ગયા. ત્યાં જઈને વજી મુખે તેનાં ભાઈ ને કહ્યું કે હે ભાઈ ઓ ! આ વાવના પાણીમાં જે કોઈ સ્નાન કરે છે તેનું શરીર અત્યંત તેજસ્વી બની જાય છે. માટે હું આ વાવમાં સ્નાન કરીને આવું છું. તમે અહીં ઉભા રહેજે. ત્યારે પ્રદ્યુમ્ન કહ્યુંભાઈ ! મને વાવમાં સ્નાન કરવાનો ખૂબ શેખ છે. માટે આપ મને જવા દે. એટલે વમુખે તેને જવાની રજા આપી. તેથી પ્રદ્યુમ્નકુમારે વાવમાં પ્રવેશ કર્યો ને પાણીમાં
નાન કર્યું. એટલે તેનો અધિષ્ઠાયક દેવ પ્રગટ થયે ને તેના પર ગુસ્સે થઈને બોલ્યો-હે દુષ્ટ? આ વાવમાં તે દેવ, દેવીઓ સ્નાન કરે છે. તારું શરીર તે અશુચીવાળું, મળ-મૂત્રથી ભરેલું ને દુર્ગધથી ભરેલું છે. તે મારી વાવમાં ખાન કરીને પાણી અપવિત્ર કર્યું, છતાં તું નાનકડો છે તેથી મને તારી દયા આવે છે. તારે જીવવું હોય તે જલ્દી ચાલ્યો જા. ત્યારે પ્રધુમ્નકુમારે કહ્યું–ભલે ઉંમરમાં નાનો છું. પણ પરાક્રમમાં મેટે છું. તમને તમારા બળનો ગર્વ હોય તે મારી સાથે યુદ્ધ