________________
શારદા શિખર તેને મહાન લાભ થશે. માટે હું જાઉં છું. પહેલાંની માફક પ્રદ્યનકુમાર તેની આજ્ઞા લઈ પર્વતની ટોચે ચઢયે. ત્યાં સુવર્ણમય બે શિખર જોયાં. તેની નીચે ગુફા હતી તેમાં ચક્રવર્તિની માફક બહાદુરીથી પ્રવેશ કર્યો.
પ્રદ્યુમ્નકુમારે ગુફામાં પગ મૂકે. એના પગના અવાજથી તે ધ્રુજી ગયે. તેના મનમાં થયું કે એના પગના પ્રહારથી હું ધ્રુજી ગયા તે એનું બળ કેટલું હશે ? એની સાથે બાથ બીડવામાં સાર નથી. એમ સમજી દેવે પ્રગટ થઈ પિતાની જાતે પિતાની હાર કબૂલ કરી. તેનું નામ મર્કટદેવ હતું. તે મર્કટદેવે પ્રદ્યુમ્નકુમાર પર પ્રસન્ન થઈને તેને એક દિવ્ય મુગટ અને માળા ભેટ આપ્યા. તે લઈને પ્રદ્યુમ્નકુમાર હર્ષ ભેર બહાર આવ્યા.
સાતમ લાભ આકાશગામીની પાવડીઓ" : વૈતાઢય પર્વત ઉપર ફરતાં ફરતાં પર્વત ઉપરનું કુદરતી સૌંદર્ય જોતાં જોતાં આગળ વધ્યાં. એક મોટું ઘટાદાર આંબાનું વૃક્ષ આવ્યું. તે જોઈને વમુખે કહ્યું કે જે કઈ આ આંબાના ઝાડ ઉપર ચઢીને તેનાં ફળ ખાય તેને કદી ઘડપણ આવતું નથી. તે સદા યુવાન રહે છે. તે મને ઘડપણ ન આવે તે માટે હું આંબા ઉપર ચડું છું. ત્યારે પ્રધુને કહ્યું- ભાઈ! હું સદા યુવાન રહું. મને જવા દે. ત્યારે વજા મુખે કહ્યું- ભાઈ! તું તે ભારે જબરે છે. બધું તારે જ જોઈએ ! ભલે, તું અમારે નાનો ભાઈ છે ને અમને બધાને ખૂબ વહાલે છે. માટે તારી બધી ઈચ્છા અમે પૂરી કરીએ છીએ. બાકીના બધા જવા તૈયાર છે. પ્રદ્યુમ્નકુમારે કહ્યું- ભાઈઓ! તમારી કૃપા છે. હવે કેણુ જવા તૈયાર છે એ તે ભગવાન જાણે છે. જે સહેલાઈથી બધું મળી જતું હેત તે પ્રદ્યુમ્નકુમારને કેઈ જવા ન દેત. એ તે એને મૃત્યુના મુખમાં ધકેલે છે પણ એનું પુણ્ય પ્રબળ છે એટલે લાભ મેળવીને જીવતે બહાર આવે છે.
પ્રદ્યુમ્નકુમાર આંબાના વૃક્ષ ઉપર ચઢયે ત્યારે આંબાનો અધિષ્ઠાયક દેવ વાંદરાનું રૂપ લઈને પ્રગટ થયે. પ્રદ્યુમ્નકુમારે તેને ઉંદરડાની જેમ પકડી લીધો ને ખૂબ માર્યો. ત્યારે દેવે કહ્યું. ભાઈ! તું છો ને હું હાર્યો, મને છોડી દે.
વાંદરાના રૂપમાં આવેલા દેવે તેને ઉપર પ્રસન્ન થઈને તેને પાવડી આપતાં કહ્યું કે તું આ પાવડી ઉપર ઉભું રહીને જ્યાં જવાનું ચિંતન કરીશ ત્યાં આકાશમાર્ગે ઉડીને જઈ શકીશ. તારે બીજા કેઈ વાહનની જરૂર નહિ પડે. એમ કહીને ગગનગામીની પાવડી, મુગટ અને હાર બધું આપ્યું તે લઈને બહાર આળ્યો. ત્યારે બધા કુમારને ખૂબ દુ:ખ થયું. હજુ પ્રદ્યુમ્નકુમારને તેના ભાઈઓ ક્યાં લઈ જશે ને પ્રદ્યુમ્નકુમારને કેવા લાભ થશે તે ભાવ અવસરે કહેવાશે.